36 C
Ahmedabad
Tuesday, May 21, 2024

મોડાસા : કમલમ સર્કલ પર સંત શ્રી દેવાયત પંડિત દાદાની મૂર્તિનું સ્થાપન, ગુરુ પૂર્ણિમા પહેલા ભક્તોની નારાજગી દૂર કરવામાં ભાજપ સફળ


દેવરાજ ધામના મહંત શ્રી ધનગીરી મહરાજના હસ્તે ભાજપ જીલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉપસ્થિતિમાં મૂર્તિનું સ્થાપન કર્યું

Advertisement

બાજકોટ ગામ સહીત ભક્તોમાં હર્ષોલ્લાસ છવાયો

Advertisement

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં વકરતી જતી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટી ધ્વારા શહેરમાં નવ જગ્યાએ સર્કલ બનાવવાનો નિર્ણય કરી બાયપાસ સહીત અલગ અલગ સ્થળે સંત મહાત્મા અને દેશના સપૂતોની પ્રતિમા સ્થાપિત કરી લોક ભાગીદારીથી લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે મોડાસા બાયપાસ રોડ દેવરાજ ધામ નજીક શ્રી કમલમ કાર્યાલયની નજીક સર્કલ પર કમળ સ્થાપિત કરી કમલમ સર્કલ નામ આપવામાં આવતા શ્રી દેવાયત પંડિત દાદાના ભક્તોમાં અંદરો અંદર ભારે રોષ પ્રવર્તી રહ્યો હતો અને કમલમ સર્કલ પર દેવાયત સર્કલ બનાવવામાં આવેની માંગ ઉઠતા આખરે ગુરુપૂર્ણિમા 24 કલાક પહેલા કમલમ સર્કલ પર સંત શ્રી દેવાયત પંડિતની મૂર્તિ સ્થાપિત કરી ભક્તોની નારાજગી દૂર કરવામાં ભાજપ સફળ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Advertisement

મોડાસા શહેરના બાયપાસ રોડ પર બાજકોટ નજીક સુપ્રસિદ્ધ દેવરાજધામમાં આગમવેતા સંત શ્રી દેવાયત પંડિતની સમાધિ છે દેવરાજ ધામ મંદિરમાં દર વર્ષે લાખ્ખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે દેવરાજ ધામ નજીક ભાજપનું જીલ્લા કાર્યાલય શ્રી કમલમ નિર્માણ કરવામાં આવ્યું છે કાર્યાલય નજીક બાજકોટ ગામ અને દેવરાજ ધામ નજીક ટ્રાફિક નિવારણ માટે લોક ભાગીદારીથી કમલમ સર્કલનું નિર્માણ કરવામાં આવતા બાજકોટ ગામ સહીત ભક્તોમાં છૂપો રોષ પ્રવર્તી રહ્યો હતો કમલમ સર્કલ પર શ્રી દેવાયત પંડિત દાદા સર્કલ બનાવવામાં આવેની માંગ પણ ઉઠતા ભક્તજનોની લાગણી ભાજપ પ્રમુખ અને હોદ્દેદારો સુધી પહોંચતા આખરે ગુરુ પૂર્ણિમાના 24 કલાક પહેલા કમળ પર સંત શ્રી દેવાયત પંડિતની મૂર્તિનું સ્થાપન દેવરાજ ધામના મહંત શ્રી ધનગીરી બાપુના હસ્તે જીલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અન્ય સંત-મહંતો અને બાજકોટ ગામના યુવાનો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Advertisement

દર ગુરુપૂર્ણિમાએ દેવરાજ ધામમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં અરવલ્લી-સાબરકાંઠા સહીત ગુજરાત અને રાજસ્થાનમાંથી હજ્જારો ભક્તો દેવરાજ ધામમાં ગુરૂ આશિષ મેળવવા આવતા હોવાથી ભાજપે ગુરુપૂર્ણિમાના કલાકો પહેલા મૂર્તિ સ્થાપિત કરી ભક્તોની નારાજગી દૂર કરવામાં સફળ રહ્યું હોવાની સાથે સર્કલનો વિવાદ ખાળવામાં સફળ રહ્યું હોવાનું એક રાજકીય વિશ્લેષકે જણાવ્યુ હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!