સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે પર્વતિય વિસ્તાર એવા ડાંગ જિલ્લો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ડાંગ જિલ્લાનો અદભૂત નજારો બતાવતો વીડિયો સામે આવ્યો છે, જમાં ડાંગના વિવિધ ધોધના દ્રશ્યો કેદ થયા છે. ડાંગ જિલ્લાના અંજન કુંડનો આ વીડિયો સામે આવ્યો છે, સાથે જ અનેક નાના-મોટા ધોધ પણ વીડિયોમાં કેદ થયા છે.
જુઓ ડાંગનો અદભૂત નજારો દર્શાવતો વાઈરલ વીડિયો
સોશિયલ મીડિયા પર આ વીડિયો હાઈલ વાઈરલ થયો છે, જોકે આ વીડિયો વર્ષો 2021 નું હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષે ચોમાસુ સક્રિય થતાં જ ડાંગ જિલ્લામાં આવેલા અંજન કુંડ પાસેના ધોધનો આકાશી નજારો દર્શાવતો વીડિયો વાઈરલ થયો હતો, જેને લઇને લોકોમાં પણ વીડિયો જોઇને કુતૂહલ સર્જાયું હતું.