30 C
Ahmedabad
Wednesday, May 1, 2024

કેન્દ્ર સરકારનો પ્રજા પર વધુ એક મોંઘવારીનો બોજો,અનાજ કઠોળ પર લગાવ્યું 5 ટકા GST


અનાજ તેમજ કઠોળ પર લાગેલ જીએસટીને લઈને હિંમતનગર કરિયાણા એસોસિએશનના 170 થી વધુ દુકાનદારોએ દુકાન બંધ રાખી વિરોધ બતાવ્યો

Advertisement

સરકાર હવે દિવસે દિવસે પ્રજા પર મોંઘવારીનો બોજ નાખતી જાય છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અનાજ તેમજ કઠોળ પર 5% જીએસટી લગાવવાનો નિર્ણયને લઈ ને હિંમતનગરના કરિયાણા એસોસિએશન ના વેપારીઓએ તમામ દુકાનો બંધ રાખી સરકાર સામે અનાજ તેમજ કઠોળ પર લગાવેલ જીએસટીને લઈને ભારે વિરોધ કર્યો હતો અને રોષ ઠાલવ્યો હતો.

Advertisement

દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે ત્યાં ગરીબવર્ગ તેમજ મધ્યમ વર્ગના પરિવારને મોંઘવારીના કારણે ઓછા વેતનમાં ઘર સંસાર ચલાવા મા ખૂબજ મુશ્કેલી પડી રહી છે ત્યારે દરેક ચીજ વસ્તુઓ મોંઘી થઇ છે તેવા મા કેન્દ્રસરકાર દ્વારા અનાજ તેમજ કઠોળ પર પાંચ ટકા જીએસટી લગાવવાના નિર્ણયને લઈને પ્રજા પર વધુ એક મોંઘવારીનો બોજ નાખ્યો છે.

Advertisement

5% જીએસટી ના મુદ્દાને લઈ ને હિંમતનગર કરિયાણા વેપારી એસોસિએશનના 170થી વધુ દુઆકનાદરો એ દુકાનો બંધ રાખીને વિરોધ બતાવ્યો હતો અને સાથે દુકાનદારોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે જીએસટી વધારો કરવામાં આવ્યો છે તેને લઈને વેપારીઓ પર તો મોંઘવારીનો બોજ પડવાનો જ છે પણ દેશની જનતાને પણ આ મોંઘવારી નો ભારે બોજ પડશે તેમ જણાવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!