30 C
Ahmedabad
Friday, April 26, 2024

સાબરકાંઠા : ઈડરના પાતડિયામાં ‘ઝરખ’નો આંતક, મહિલા પર હુમલો, 10 કલાક બાદ પાંજરે પુરવામાં સફળતા


મેરા ગુજરાત, સાબરકાંઠા

Advertisement

ઈડરના પાતડિયામાં ઝરખનો મહિલા પર હુમલો
વન વિભાગની ટીમ દ્રારા 10 કલાકની ઝહેમત બાદ પાંજરે પુરવામાં મળી સફળતા

Advertisement

જંગલોનો નાશ થતાં વન્ય પ્રાણીઓ હવે માનવ વસાહતો પર પોતાનો વસવાટ શરૂ કરવા માટે પલાયન કરી રહ્યા છે, જેથી માનવજાત માટે નુકસાન સાહિત થઇ શકે એમ છે. જંગલો મોટા ભાગે નાશ થવાની દિશામાં તેજ ગતિ પકડી રહ્યા છે, આ માાટે કોઇ નક્કર પગલાં નહીં લેવાતા હવે એક ચિંતાનો વિષય છે. આ વચ્ચે ઇડર પંથકમાં દીપડાઓ બાદ હવે ઝરખ પણ માનવ વસાહતોમાં પલાયન કરતો કિસ્સો સામે આવ્યો છે.

Advertisement

ઈડર તાલુકા નાં પાતડિયા ગામે વન્ય પ્રાણી ઝરખે મહીલા ઉપર જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. વન્ય પ્રાણીમાં લુપ્ત થતાં વન્ય જીવો માંથી એક ઝરખ નામ નાં જાનવરે મહિલા ઉપર હૂમલો કરતા સમગ્ર વિસ્તાર માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ ઝરખને પાંજરે પુરવામાં સફળતા મળી હતી.

Advertisement
વનવિભાગે ઝરખને પાંજરે પુરવા જહેતમ ઉઠાવી, પથ્થરો વચ્ચે સંતાયેલી ઝરખનો વીડિયો

સાબરકાંઠા જિલ્લા નાં ઈડર તાલુકામાં આવેલ પાતડિયા ગામ ખાતે રહેતા આશરે 38 વર્ષિય મહિલા વહેલી સવારે ધરે થી ખેતર તરફ જઈ રહી હતી ત્યારે ડૂંગર અને જંગલો ની વરચે આવેલ મહાકાલી મંદિર પાસે જગલી જાંનવરે હૂમલો કરતા મહિલા ગંભીર રીતે ધાયલ થઈ હતી ધાયલ મહિલાને સારવાર અર્થે વડનગર અને વધું સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યારે ગામ લોકો એ વન વિભાગ ને જાણ વનવિભાગ ની ટીમ ધટના સ્થળે પહોંચી જઈ જંગલી જાનવર ને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરાઇ હતી ઈડર વન વિભાગ ની ટીમે જંગલી જાનવર ની સોધખોડ હાથ ધરતા વન વિભાગ ની તપાસ માં વન્ય પ્રાણી ઓમાની લૂપ્ત થતી પ્રજાતિ માંથી એક વન્ય પ્રાણી ઝરખ હોવાનું જણાવી આવ્યુ હતું ઇડર વન વિભાગ ની ટીમે પથ્થર નીચે છુપાયેલ જંગલી જાનવર ઝરખ ને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!