28 C
Ahmedabad
Friday, April 26, 2024

મારુતિ સુઝુકીનો વધુ એક ધમાકો, લોન્ચ કર્યું SUVના સૌથી સસ્તા વેરિએન્ટનું નવું વેરિઅન્ટ


ઓટો કંપની મારુતિ-સુઝુકીએ તેની એન્ટ્રી લેવલ હેચબેક કાર S-Presso અપડેટ કરી છે અને તેને નવા અંદાજમાં રજૂ કરી છે. કંપનીએ તેને પહેલાથી જ સારા પાવર એન્જિન અને માઈલેજ સાથે માર્કેટમાં લોન્ચ કરી છે. કંપનીએ નવા S-Pressoમાં ઘણી ટેક્નોલોજી અપડેટ કરી છે. નવી મારુતિ એસ-પ્રેસો 1.0-લિટર K-સિરીઝ ડ્યુઅલ જેટ ડ્યુઅલ VVT પેટ્રોલ એન્જિન સાથે આવશે.

Advertisement

કંપની નવી મારુતિ S-Presso ને આયડલ સ્ટાર્ટ-સ્ટોપ ટેક્નોલોજી ફીચર સાથે લાવી રહી છે. કંપનીએ દાવો કર્યો છે કે આ હેચબેક કાર 25.30 kmplની માઈલેજ આપશે. Maruti S-Presso રેનો ક્વિડ (KWID) અને સેન્ટ્રો સહિત અન્ય પોપ્યુલર હેચબેક સાથે કોમ્પિટિશન કરી રહી છે.

Advertisement

મારુતિએ નવા S-Pressoને સ્ટાન્ડર્ડ, LXi, Vxi અને Vxi+ જેવા ટ્રિમ લેવલમાં રજૂ કરી છે. તેના મેન્યુઅલ વેરિઅન્ટની કિંમત 4.25 લાખ રૂપિયા છે. તે જ સમયે મારુતિ S-Press VXI+ (O) AGS 5.99 લાખ રૂપિયામાં મળે થશે.

Advertisement

મારુતિ સુઝુકીએ આ હેચબેકમાં ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ અને હિલ હોલ્ડ અસિસ્ટ જેવા ફીચર્સ આપ્યા છે. ઉપરાંત, તે 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટો ગિયર શિફ્ટ અથવા ઓટોમેટિક ટ્રાન્સમિશન ઓપ્શન સાથે આવશે.

Advertisement

મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સેલ્સ અને માર્કેટિંગ શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે S-Presso એ તેની બોલ્ડ SUV જેવી ડિઝાઈન વડે માર્કેટમાં આગવું સ્થાન બનાવ્યું છે. લગભગ ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં, અમે S-Presso ના 2 લાખ 02 હજાર 500 યુનિટનું વેચાણ થયું છે.

Advertisement

નવી S-Pressoમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક બ્રેક-ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન સાથે એન્ટિ-લોક બ્રેક્સ, ફ્રન્ટ સીટબેલ્ટ રિમાઇન્ડર અને ફોર્સ લિમિટર ફ્રન્ટ સીટબેલ્ટ, રિવર્સ પાર્કિંગ સેન્સર, હાઈ-સ્પીડ વોર્નિંગ સિસ્ટમ જેવી ઘણા સિક્યોરિટી ફિચર્સ સાથે આવે છે.

Advertisement

std (o)ની સરખામણીમાં નવા પેટ્રોલ મોડલની એન્ટ્રી-લેવલ કિંમત રૂપિયા 25,000 વધુ છે. S-Presso માં તાજેતરના મહિનાઓમાં વેચાણની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. નવી S-Presso માં હાઇ-સ્પેક VXi અને VXi+ માટે ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ વિંગ મિરર્સ અને નવું કેબિન એર ફિલ્ટર પણ મળશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!