30 C
Ahmedabad
Friday, April 26, 2024

સાબરકાંઠા : PI જાડેજાનું ગળું દબાવનાર ભગીરથસિંહ સીસોદીયા તેના સાથીદાર સાથે બનાસકાંઠાના જંગલોમાંથી SOGએ દબોચ્યા


સાબરકાંઠાના ઇડર પોલીસ સ્ટેશનમાં પીઆઈ જાડેજાને બુટલેગરના ભાઈએ ફોન કરી જાનથી મારી નાખવાની ફોન પર ધમકી આપી ગણતરી ની મિનિટોમાં બુટલેગરનો ભાઈ ભગીરથસિંહ સીસોદીયા તેના પાંચ મળતિયાઓ સાથે પહોંચી પોલીસ પર હિચકારો હુમલો કરી તોડફોડ કરવાની સાથે પીઆઈ ઓ.કે.જાડેજાનું ગળું દબાવી દઈ અન્ય કોન્સટેબલ પર હુમલો કરી ફરાર થઇ ગયો હતો ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 6 આરોપીઓ સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

Advertisement

ઇડર પીઆઈ જાડેજા પર હુમલો કરનાર ભગીરથસિંહ રાજેન્દ્રસિંહ સીસોદીયા તેના મળતિયા અમિરાજસિંહ હરિશચંદ્ર જેતાવત સાથે બનાસકાંઠાના અમીરગઢના જંગલમાં છુપાયો હોવાની બાતમી એસઓજી પીઆઈ વાઘેલાને બાતમી મળતા એસઓજી અને એલસીબીની અલગ અલગ ટિમ બનાવી તાબડતોડ અમીરગઢના જંગલોમાં પહોંચી બાલુન્દ્રા ગામના જેસોરના જંગલમાં સર્ચ ઓપરેશન હાથધરી જયરાજ પર્વતની તળેટીમાં કેદારનાથ મંદિર નજીકથી દબોચી લેતા બંને આરોપીઓના મોતિયા મરી ગયા હતા બંને ફરાર આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

Advertisement

સાબરકાંઠા એસઓજી અને એલસીબી પોલીસે 14 દિવસથી પોલીસ પર હુમલો કરી નાસતા ફરતા ખુંખાર મુખ્ય આરોપી અને તેના મળતિયાને જગલમાંથી ઝડપી પાડી હાશકારો અનુભવ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!