29 C
Ahmedabad
Friday, April 26, 2024

કચ્છ સહિત ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, મુખ્યમંત્રીએ ચારેય જિલ્લાના કલેક્ટર પાસેથી માહિતી મેળવી


સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદે તારાજી સર્જી છે ત્યારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે સરકાર સતર્ક બની છે અને લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે. કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Advertisement

હવામાન વિભાગે આગામી 22 થી 23 જુલાઈ સુધી સવારે 8.30 સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની ભારે આગાહી કરી છે, જેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને વાપીનો સમાવેશ થાય છે. રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મીડિયા બ્રિફ કરતા આ વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે, ચિંતા કરવાનું કોઇ કારણ નથી, આ માટે વહીવટી તંત્ર પણ સતર્ક છે.

Advertisement

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 23 તારીખાના રોજ 8.30 થી 24 જુલાઈના રોજ સવારે 8.30 વાગ્યા સુધી ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કચ્છ, મહેસાણા, સાબકાંઠા અને અરવલ્લી જિલ્લાનો સમાવેશ થાય છે. કચ્છ સહિત ઉત્તર ગુજરાતના ત્રણેય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને પહોંચી વળવા માટે તંત્ર એલર્ટ છે અને તમામ આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હોવાનું મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું.

Advertisement

રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મીડિયા સાથે વાતચીત કરી માહિતી આપી

Advertisement

કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચારેય જિલ્લાના કલેક્ટર સાથે ચર્ચા કરી જાણકારી મેળવી હતી. આ ચારેય જિલ્લામાં વરસાદની જરૂર હતી એટલે વરસાદ આવે તે સારી બાબત છે.

Advertisement

તો બીજી બાજુ આગામી 24 અને 25 જુલાઈ રોજ 8.30 થી 8.30 કલાક સુધી સૌરાષ્ટ્રના કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ત્રણેય જિલ્લામાં તંત્રને સતર્ક રહેવા સૂચનો કરી દેવામાં આવ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!