33 C
Ahmedabad
Friday, April 26, 2024

XUV 500માં ચંદનની ખેપમાં પુષ્પા માટે વરસાદ વિલન બન્યો :શામળાજી પોલીસે ચંદનની હેરાફેરીનો પર્દાફાશ કર્યો, પુષ્પા ફરાર


અલ્લુ અર્જુનની પુષ્પા ફિલ્મમાં રક્ત ચંદનની દાણચોરી માટે અલગ અલગ નુસ્ખા અપનાવી પોલીસતંત્રની આંખોમાં ધૂળ નાખતો જોવા મળી રહ્યો છે આ ફિલ્મની અસર હોય તેમ હવે ચંદનની ચોરી કરતા શખ્સો પુષ્પા સ્ટાઇલ હેરાફેરી કરી પોલીસને ચકમો આપી રહ્યા છે ફિલ્મમાં ભલે પુષ્પા ઝુકશે નહીં પણ રીઅલ લાઈફમાં પોલીસ આવા કેટલાય પુષ્પા ને ઝુકાવવામાં સફળ રહી છે.

Advertisement

શામળાજી પોલીસે ડાર્ક ફિલ્મ લગાવેલ XUV 500 જીપ શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતા પોલીસે ગાડીનો ફિલ્મીઢબે પીછો કરતા એક્સયુવી ના ચાલકે ગાડી હંકારી મુકતા પોલીસે સરકારી જીપમાં પીછો કરી દહેગામડા નજીક ઝડપી પાડી અંદરથી 1.43 લાખથી વધુનું 144 કિલો જેટલું ચંદન જપ્ત કરી ફરાર પુષ્પાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

Advertisement

શામળાજી પંથકમાં મંગળવારે ધોધમાર વરસાદ ખાબકતા નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો ટ્રાફિક પૂર્વરત કરાવવા પોલીસ જીપ પસાર થતા શામળાજી તરફથી ડાર્ક ફિલ્મ લગાડેલી એક્સયુવી કાર શંકાસ્પદ ઝડપ સાથે ઓવરટેક કરતા પોલીસે જીપનો પીછો કરતા પુષ્પાએ જીપને ફુલસ્પીડે હંકારી રતનપુર ચેકપોસ્ટ અણસોલ થી પરત સર્વિસ રોડ પરથી રોન્ગ સાઈડ કારછા થઇ દહેગામડા જગાબોર રોડ પર દોડાવતા પોલીસજીપ અને એક્સયુવી વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા પુષ્પા પોલીસની હિંમત જોઈ રોડ પર ગાડી મૂકી ફરાર થઇ જતા પોલીસે અંદરથી પાંચ ભારે ભરખમ ચંદનની ડગરી 1.43 થી વધુ વજનની રૂ.143370/- અને એક્સયુવી તેમજ મોબાઇલ મળી રૂ.6.43 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર શખ્સ સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!