30 C
Ahmedabad
Friday, April 26, 2024

સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીઓની યુનિવર્સીટી બનાવવા માટેની માંગ


ગરીબ તેમજ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પાટણ યુનિવર્સિટી જવા માટે હાલાકીઓ પડતી હોવાથી વિદ્યાર્થીઓ કરી જિલ્લામાં જ યુનિવર્સિટી ની માંગ.

Advertisement

હિંમતનગર શહેરમાં આવેલ એસએસ મહેતા આર્ટસ અને એમ એમ પટેલ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના કામ અર્થે પાટણ જવું પડતું હોય છે. હિંમતનગર થી પાટણ નું અંતર 114 કિલોમીટરનું છે ત્યારે ગરીબ તેમ જ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના કામ અર્થે પાટણ જવાનું આવતું હોય ત્યારે આવા જવા માટે ટ્રાન્સપોર્ટેશન નો ખર્ચો થતો હોય છે અને જો યુનિવર્સિટી માં કામ અર્થે ગયા હોય અને એક દિવસમાં જો કામ પૂરું ના થાય તો વિદ્યાર્થીને વધુ એક દિવસ થયા રોકાવા કે ફરીથી જવા માટે મજબૂર થવું પડતું હોય છે ત્યારે આજરોજ હિંમતનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ સાબરકાંઠા જિલ્લામાં નવી યુનિવર્સિટી નું નિર્માણ થાય તે અર્થે કોલેજના પ્રિન્સિપાલ ને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે તેમની માંગ સરકાર સુધી પહોંચે અને વિદ્યાર્થીઓને પડતી હાલાકી દૂર થાય તે માટેની રજૂઆત કરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!