37 C
Ahmedabad
Friday, April 26, 2024

MPHW પરીક્ષા વિવાદ : અરવલ્લીના વિદ્યાર્થીઓએ કલેકટરને આવેદન આપ્યું, પરીક્ષામાં બોગસ સર્ટી મેળવી પરીક્ષા આપ્યાનો આક્ષેપ


26 જૂન 2022 ના રોજ MPHWની પરીક્ષા લેવામાં આવી હતી , જેમાં અમુક અસામાજીક તત્વો દ્વારા ડમી-બોગસ સર્ટી મેળવીને પરીક્ષા આપેલ છે અને પ્રમાણપત્ર ચકાસણીમાં જવાના છે તો તેની યોગ્ય તપાસ કરી રોકવામાં આવે તેવી માંગણી સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટરને વિદ્યાર્થીઓએ આવેદન આપ્યુ હતું.

Advertisement

MPHW માં ઘણા ઉમેદવારોએ લાયકાત માટેના જરૂરી સર્ટિફિકેટ બોગસ-ફોર્ડ રીતે પ્રાપ્ત કરેલ છે જે ઓએ આ ફિલ્ડની કોઈ તાલીમ અને અભ્યાસ કરેલ નથી. આવા વ્યક્તિ જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા કરી શકે છે, જેથી આવા ડમી ફોડ/બોગસ સર્ટિફિકેટ ધારકોને રોકવામાં આવે અને તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. અમુક યુનિવર્સીટી દ્વારા ઘણા ઉમેદવારને પાછળના (૨૦૨૧, ૨૦૨૦, ૨૦૧૯ ) વર્ષના બોગસ ડમી સર્ટિફિકેટ આપવા આવેલ છે અને જો તપાસ કરાવવામાં આવે તો ઘણું મોટું કૌભાંડ બહાર આવે તેમ છે તેમાં રાજકીય વગ ધરાવતા ઉમેદવાર દ્વારા આવા બોગસ સર્ટી ખરીદીને પરીક્ષા આપી નોકરી લેવાની તકમાં છે.

Advertisement

આવા ઉમેદવારને રોકવા જરૂરી છે જો રોકવામાં નહીં આવે તો યોગ્ય ઉમેદવારની હક્કની જગ્યા પર આવી જશે, તે બિલકુલ યોગ્ય નથી તેથી તેની યોગ્ય તપાસ કરવામાં આવે તો ઘણા ડમી સર્ટી વારા ઉમેદવાર પકડાય તેમ છે. આવી યુનિવસટી જે બોગસ સર્ટી આપે તેને આજે નહી રોકવામાં આવે તો ભવિષ્યમાં હજુ આવા સર્ટી આપી આરોગ્ય સાથે છેડા કરતા રહેશે. આવી યુનિવસટી અને ડમી ઉમેદવારને પકડી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી છે.

Advertisement

લોકમુખે સાંભળેલ વાત મુજબ ૨૦૧૨થી અત્યાર સુધીમાં ઘણા ઉમેદવાર ડમી બોગસ સર્ટીફીકેટ લઇ નોકરી કરી રહ્યા છે અને તારીખ 26/06/2022ના રોજ લેવાયેલ એમપીએચડબલ્યુ પરીક્ષાની ભરતી પ્રક્રિયામાં આવવાની તૈયારીમાં છે તેથી ડોક્યુમેન્ટ યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો ઘણા ઉમેદવાર સામે આવી શકે તેમ છે. ડોક્યુમેન્ટ તપાસવામાં સમય વધુ રાખી એક એક ડોક્યુમેન્ટ ચોકસાય પૂર્વક તપાસવામાં આવે અને જે ફોર્ડબોગસ સામે આવે તેવા (ઉમેદવાર યુનિવસટી) પર યોગ્ય કાર્યવાહી કરી ભવિષ્યમાં આવા ફોર્ડ કરી ના શકે તેવી સજા આપી હજારો લાયક ઉમેદવારને ન્યાય મળે તેવી માંગણી છે. જે ઉમેદવાર જન્મથી જ કોઇ પણ રીતે ખોટ ખાપણ (અપંગતા) ધરાવતા નથી અને અપંગના બોગસ સર્ટીફીકેટ બનાવી જે જન્મથી ખોટ ખાપણ ધરાવે છે તેવા ઉમેદવારની જગ્યાએ આવવાના પ્રયત્ન કરતા હોઇ છે જેથી અપગ ઉમેદવારના ડોક્યુમેન્ટની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગણી કેટલાક વિદ્યાર્થીઓએ કરી છે અને આ બાબતે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યુ હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!