37 C
Ahmedabad
Thursday, May 9, 2024

નંબર પ્લેટ વિનાની કાળા કાચવાળી સ્કોર્પિયો જોઈને ભુજના SPએ ASIને ચેમ્બરમાં બોલાવ્યો, જાણો પછી શું થયું ?


થોડા દિવસ પહેલા પશ્ચિમ કચ્છનાં એસપી જયારે ઓફિસ જઈ રહ્યા હતા ત્યારે તેમણે એક બ્લેક કલરની સ્કોર્પિયો જોઈ હતી. જેના નંબર પ્લેટ ન હતી અને કારનાં કાચ ઉપર ડાર્ક કાળી ફિલ્મ લગાવવામાં આવી હતી. ચેમ્બરમાં જઈને તેમણે તપાસ કરી તો તે સ્કોર્પિયો કોઈ સામાન્ય નાગરિકની નહીં પરંતુ તેમના તાબા હેઠળ કામ કરતા એક આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર (ASI) નીકળ્યો. શિસ્ત અને અનુશાસનનાં ચુસ્ત આગ્રહી એવા ભુજના એસપી સૌરબસિંગે તરત જ એ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દિધો હતો. તેની સાથે સાથે દારુના એક કવોલિટી કેસ સંદર્ભે ચાર વર્ષથી એક જ ચોકીમાં ચીપકી બેઠેલા પોલીસ કર્મચારીને SPએ સસ્પેન્ડ કરી દીધો હતો.

Advertisement

પશ્ચિમ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ગઢસિશા પોલીસ મથકમાં આવતી બાયઠ ઓપી વિસ્તારમાં થોડા સમય પહેલા દારૂનો એક કવોલિટી કેસ કરવામાં આવ્યો હતો. આ ચોકીમાં છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવતા ASI પેથાભાઈ કરમણભાઈ સોધમની બેદરકારી ધ્યાનમાં આવતા તેમણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અન્ય એક કેસમાં ખાવડા પોલીસ મથકમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ જાડેજા ખાનગી ડ્રેસમાં નંબર વગરની સ્કોર્પિયો કારમાં ભુજમાં આવ્યા ત્યારે એસપી સૌરભસિંગ તેમને જોઈ ગયા હતા. કારમાં બ્લેક પટ્ટી પણ ધ્યાનમાં આવતા એસપી દ્વારા તેમને ચેમ્બરમાં બોલાવી પૂછવામાં આવ્યું હતું. ASI જાડેજાના જવાબથી નારાજ એસપી સૌરભ સિંગે તેમને પણ સસ્પેન્ડ કરી દીધા હતા. આ અંગે એસપી સૌરભસિંગનો સંપર્ક કરવામાં આવતા તેમણે બંનેના સસ્પેન્શનને સમર્થન આપ્યું હતું.

Advertisement

અગાઉ એલસીબી સહિત પશ્ચિમ કચ્છ પોલીસની વિવિધ બ્રાન્ચના ફરજ બજાવી ચૂકેલા નરેન્દ્રસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવા ઉપરાંત ખાતાકીય તપાસનો હુકમ કરવામાં આવ્યો છે. તેમની સંપત્તિ તેમજ અન્ય બાબતો અંગે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી સોંપવામાં આવી હોવાનુ એસપી સૌરભસિંગે ઉમેર્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!