36 C
Ahmedabad
Saturday, May 4, 2024

જૂનાગઢ : મેંદરડાના ખીજડીયા યુવકની હત્યારાની રજૂઆત કરવા પહોંચેલા લોકોની સાંભળ્યા વિના કલેક્ટર ચેમ્બર છોડી ચાલ્યા ગયા….!!


કરણસિંહ પરમાર,જૂનાગઢ

Advertisement

કલેકટર કચેરીનો ઘેરાવ થતા કલેકટર કચેરી છોડી જતા રહ્યા..!!
ભાજપના ગુણગાન ગાતા કલેકટર થાકતા ન હોવાનો આક્ષેપ
હાયરે ભાજપ હાય હાયના નારા થી ગુંજી ઉઠ્યું કલેકટર પરિસર

Advertisement

મેંદરડા પંથકના ખીજડીયા ગામની વાડી વિસ્તારમાં રહેતા જયસુખભાઇ વજુભાઇ મુછડીયા નામના યુવકની બે દિવસ અગાઉ રાત્રીના સુમારે છરીના ઘા ઝીંકી ક્રૂરતા પૂર્વક હત્યા કરાવમાં આવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અનુસૂચિત જાતિ સમાજના યુવકની હત્યાના પગલે સમાજના અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા અને હત્યારાઓને ઝડપી પાડવામાં આવેની માંગ કરી હતી
અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મેંદરડા- સાસણ પાદર ચોકમાં મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરી મૃતકના પરિવારને ન્યાય મળે તેમજ હત્યારાને કડક સજા મળે એવી માંગ કરી હતી

Advertisement

Advertisement

ગુરુવારે અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓ અને મૃતક યુવકના પરિવારજનો કલેકટર કચેરીમાં રજુઆત માટે પહોંચ્યા હતા અને મૃતકની હત્યારાને ફાંસીની રજુઆત કરે તે પહેલા કલેકટર અગમ્ય કારણોસર ઓફિસ માંથી નીકળી જતા સમાજના અગ્રણીઓમાં ભારે રોષ ફેલાયો હતો અને દલિત અત્યાચાર બંધ કરો અને હાય રે ભાજપ હાય હાય….. હાય રે સંઘવી હાય હાયના નારા લગાવી સૂત્રોચ્ચાર કરતા કલેકટર કચેરીમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દીધો હતો

Advertisement

ખીજડીયા ગામની વાડીમાં રહેતા અનુસૂચિત જાતિ સમાજના 38 વર્ષીય યુવકની હત્યાના પગલે સમગ્ર પંથકના અનુસૂચિત જાતિ સમાજના લોકોએ આગામી સમયમાં ન્યાય માટે ઉગ્ર લડત ચલાવવામાં આવશે તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!