અરવલ્લી વન વિભાગ તંત્ર પાછળ સરકાર કરોડો રૂપિયા પગાર પેટે એંધાણ કરી રહી છે અને વૃક્ષો વાવવા અને વનસંપદાનું જતન કરવા વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે ત્યારે ભિલોડા વિસ્તરણ કચેરી દ્વારા સરકારી ગ્રાંટમાંથી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની બૂમો ઉઠતી રહી છે માંકરોડા નર્સરીમાં વેરવિખેર પડેલા રોપાઓ અને પોષણક્ષમ ખાતરની થેલીઓમાં ખાતર વરસાદી પાણીમાં બગડી ગયું હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા વનવિભાગની કામગીરી સામે લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જીલ્લામાં વનવિભાગ તંત્રએ 8 લાખથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં ભિલોડા વિસ્તરણ કચેરી દ્વારા 2 લાખથી વધુ રોપા વાવવામાં આવ્યા છે ત્યારે આ રોપાની વાવણી કરવામાં અને મજૂરી કામમાં ભારે ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો હોવાની બૂમો ઉઠી છે રોપાનો વિકાસ થાય તે માટે આપવામાં આવેલ ખાતર પણ યોગ્ય માવજતના અભાવે વરસાદી પાણીમાં પલળી જતા બગડી ગયું છે
ભિલોડા વિસ્તરણ વિભાગની કામગીરી અંગે જીલ્લા ફોરેસ્ટ અધિકારી અને વિજિલન્સની ટીમ દ્વારા તપાસ કરવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે