37 C
Ahmedabad
Saturday, May 4, 2024

તલાટીઓ હવે ભગવાનના શરણે : શામળાજી મંદિરમાં દર્શન કરી સરકાર હડતાલના મુદ્દાઓ સરકાર ઝડપી સ્વીકારે તે માટે કરી પ્રાર્થના


રાજ્યમાં ફરજ બજાવતા તલાટીઓએ રાજ્ય સરકાર સામે બાંયો ચઢાવી તેમની પડતર માંગણીઓને લઈને 2 ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે અરવલ્લી જીલ્લાના 300 થી વધુ તલાટીઓ પણ રાજ્યવ્યાપી હડતાલમાં જોડાયા છે અને જીલ્લા અને તાલુકા કક્ષાએ ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપી સરકાર તેમના પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવે તેવી માંગ કરી રહ્યા છે મોડાસા તાલુકાના તલાટીઓએ ભગવાન શામળિયાનું શરણ લીધું હતું

Advertisement

રાજ્યવ્યાપી તલાટી મંડળની હડતાલને 5મોં દિવસ પૂરો થવા છતાં સરકાર તેમની પડતર માંગણીઓને લઈને ટસ ને મસ ન થતા તલાટીઓ પણ હક્કની લડાઈ લડી લેવામાં મૂડમાં હોય તેમ સતત વિવિધ રીતે વિરોધ નોંધવી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં સેવાઓ ઠપ્પ થતા લોકો ભારે મુશ્કેલમાં મુકાયા છે
શનિવારે મોડાસા તાલુકામાં ફરજ બજાવતા તલાટીઓએ તેમની પડતર માંગણીઓને લઈને શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાનું શરણ લઇ સરકાર તલાટીઓની પડતર માંગણીઓ ઝડપથી સ્વીકારે તે માટે પ્રાર્થના કરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!