36.6 C
Ahmedabad
Friday, May 3, 2024

PM Kisan Sanman Nidhi નો લાભ આપવામાં અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અસમર્થ…!!! ડિસેમ્બર 2021 ની અરજીઓના ઠેકાણા નથી…!!


કેન્દ્ર સરકારે ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવા અને આવક બમણી કરવા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના લાગૂ કરી હતી, જોકે સરકારી બાબુઓની આળસને કારણે ખેડૂતોને તેના લાભ મળવા પામતો નથી. અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણ સમયથી ખેડૂતોને ધરમધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે. ખેડૂતો ફોર્મ ભરવા પંચાયતોમાં જાય છે અને ત્યારબાદ તાલુકા પંચાયત અને જિલ્લા ખેતીવાડી કચેરી, પણ તેઓના કામ થતાં નથી, જેથી ઘણાં ખેડૂતોને હજુ લાભ મળતો નથી.

Advertisement

ખો પર ખો આપતા સરકારી બાબુઓ…
પીએમ કિસાન સન્માન નિધીની અરજીઓ 8 મહિનાથી નિકાલ ન આવે તે શું કામનું…?
ઓનલાઈન અરજી કરવા છતાં ધરમના ધક્કા..!!

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ મોડાસા તાલુકાના 3 ખેડૂતોએ ગત ડિસેમ્બર 2021માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધીનું ફોર્મ ભર્યું હતું, જેની સમય મર્યાદા 8 મહિના કરતા વધારે થઇ ગઇ છે, જોકે હજુ સુધી ફોર્મ ક્યાં ભટકે છે તે ખ્યાલ નથી. ખેડૂતો ફોન કરીને માહિતી લે છે તો જાણવા મળે છે કે, NIC નો પ્રોબ્લેમ છે, ફોર્મના ડાટા પીએમ કિસાન પોર્ટલ પર અપલોડ થતાં નથી. જિલ્લામાં આઠ-આઠ મહિનાથી ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધીનો લાભ આપવામાં વહીવટી તંત્ર કોઇ રસ દાખવતું ન હોય તેવું સ્પષ્ટ લાગે છે, માટે સરકારની આવી ઘણીય યોજનાઓનો લાભાર્થીઓ સુધી પહોંચી શકતી નથી.

Advertisement

Advertisement

કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મેળવવા લાભાર્થીઓ કેટલીય વાર સરકારી યોજનાઓનો લાભ લેવાનું ટાળી રહ્યા છે. કારણ છે માત્ર ને માત્ર સરકારી બાબુઓની આળસ. યોગ્ય જવાબનો અભાવ અને પૂરતી માહિતી ન આપતા હોવાથી ખેડૂતોએ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડિસેમ્બર 2021 માં નોંધાયેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધીના ફોર્મ હજુ ક્યાં છે તે કહેવું મુશ્કેલ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!