34 C
Ahmedabad
Saturday, May 4, 2024

ગિરનાર જંગલમાં આવેલી શિવ ગુફામાં દર્શન કરવા જતા પહેલા આ વાંચો નહીં તો પછી..!! વન વિભાગને દંડરૂપી પ્રસાદી ધરવી પડશે


કરણસિંહ પરમાર, મેરા ગુજરાત, જૂનાગઢ

Advertisement

ગિરનાર જંગલમાં આવેલી શિવ ગુફામાં ચોમાસાની ઋતુમાં વનવિભાગ તંત્રએ પ્રવેશ પર પ્રતિબંધ લાદી દીધો છે શિવ ગુફામાં દર્શન કરવા માટે વનવિભાગની મંજૂરી લેવી જરૂરી છે મંજૂરી વગર શિવ ગુફામાં ગેરકાયદેસર પ્રેવશ કરનાર સામે તંત્રએ લાલ આંખ કરી છે પૂર્વ મંજૂરી વગર પ્રવેશ કરનાર શિવ ભક્તોએ દંડાત્મક કાર્યવાહીનો ભોગ બન્યા હતા

Advertisement

હાલ પવિત્ર શ્રાવણ માસમાં શિવનો અનેરો મહિમા છે ગીર જંગલમાં આવેલી શિવ ગુફા ભક્તોમાં અનેરૂ મહત્વ ધરાવે છે શિવ ગુફામાં 10 જેટલા દર્શનાર્થીઓ વન વિભાગની મંજૂરી વગર દર્શન કરવા પહોંચતા વન વિભાગને જાણ થતા તમામને અટકાવી વન કચેરી લઇ જઈ દંડ ફટકારી જવા દેવામાં આવ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ દોડી આવ્યા હતા અને વનવિભાગની કામગીરીને આવકારતા ભક્તોમાં છૂપો રોષ વ્યાપ્યો હતો

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, ગીર જંગલમાં આવેલ અતિ પૌરાણિક શિવ ગુફામાં સોમવારે કેટલાક શિવ ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા દર્શન કરી પરત ફરતા પેટ્રોલીંગ કરી રહેલી વનવિભાગની ટીમની નજરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જોતા ચોંકી ઉઠી હતી અને ગેરકાયદેસર પ્રવેશ કરનાર 10 જેટલા શિવભક્તોની અટક કરી વન કચેરીમાં લાવ્યા હતા અને તમામ શ્રદ્ધાળુઓને 500 રૂપિયા દંડ ફટકારી જવા દેવામાં આવ્યા હતા શિવજી ના દર્શન કરવા જતા શિવ ભક્તોને દંડ રૂપી પ્રસાદી મળતા ચોંકી ઉઠ્યા હતા.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!