33 C
Ahmedabad
Saturday, May 18, 2024

સાબકાંઠા: ૧,૩૩,૬૮૦ ના દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લેતી સાબરકાંઠા એલ.સી.બી.


સ્થાનિક પોલીસ ઉંગતી રહી અને એલ.સી.બી એ લાખો રૂપિયાનો દારૂ પકડી બે બૂટલેગરોને જેલ હવાલે કર્યા.

Advertisement

૧,૩૩,૬૮૦ / ના વિદેશી દારૂ સહિત ૪,૩૪,૬૮૦ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી બે બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલ્યા.

Advertisement

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ રીતે રાજ્યની બોર્ડરથી વિદેશી દારૂ ઘુસાડવામાં માહિરત હાસીલ કરી છે. તો આજરોજ સાબરકાંઠા એલસીબીની ટીમ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે હિંમતનગરના લાલપુર ગામમાંથી રેનોલ્ટ કંપનીની ડસ્ટર ગાડીમાં વિદેશી દારૂ ભરી વિજાપુર તરફ લઈ જવાઈ રહ્યો છે ત્યારે બાતમી ના આધારે એલ.સી.બી એ લાલપુર ગામની સીમમાં નાકાબંધી કરી કીફાયત નગર તરફથી આવતી રેનોલ્ટ કાર ગાડી નંબર GJ.06.FO.9872 ને રોકી તપાસ કરતા ગાડીમાંથી 25 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

Advertisement

જે બાદ બંને બુટલેગરોને પકડી ૮૧૬ નંગ વિદેશી દારૂ, મોબાઈલ ફોન તેમજ કાર સહિત 4,34,680 નો મુદ્દા માલ જપ્ત કરી બંને ઈસમોને ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપ્યા હતા ત્યારે આ અંગે ગ્રામ્ય પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

પકડાયેલ આરોપી.
૧. દિનબંધુ નેમારામ ભરાડા ઉ.વ ૧૯ રહે. કનિયનાલા પો. પાટીયા તા. ખેરવાડા (રાજ્સ્થાન)
૨. જિતેન્દ્રકુમાર શંકરભાઈ માલવીયા ઉ.વ ૧૯ રહે. ભાનવા પો. પાટિયા. તા. ખેરવાડા (રાજ્સ્થાન)

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!