37 C
Ahmedabad
Saturday, May 4, 2024

પંચમહાલઃ કાલોલનગરમાં જુગારધામ પર એલસીબી પોલીસની રેડ,આઠ ખેલીઓ ઝડપાયા


પંચમહાલ જીલ્લામાં શ્રાવણ માસમાં જુગાર રમવાની પ્રવૃતિ ધમધમતી થતી હોય છે.જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ પર પોલીસ ચાપતી નજર નાખી રહી છે.તેના ભાગરુપે ગોધરા એલ.સી.બી. પોલીસે કાલોલ પી.ડબલ્યુ.ડી કવાટર્સની પાછળ ખુલ્લામાં ગંજી પાના પત્તાનો જુગાર રમતા કુલ-૮ જુગારીચાઓને પકડી પાડી રોકડા રૂ.૫૨,૪૦૦ મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

Advertisement

પંચમહાલપોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા જિલ્લામાં જુગારની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યા હતા.જેના ભાગરુપે જે.એન.પરમાર પોલીસ ઈન્સ્પેકટર એલ.સી.બી. ગોંધરા નાઓની ચોક્કસ બાતમી મળી હતી કે કાલોલ શહેરમાં પી.ડબલ્યુ.ડી કવાટર્સની પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં જમીન ઉપર બેસી કેટલાક માણસો ભેગા મળી ગંજી પાના પત્તાનો પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડે છે અને હાલમાં જુગાર રમવાની પ્રવૃત્તિ ચાલુ છે તેવી મળેલ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આઇ.એ.સીસોદીયા પો.સ.ઇ. એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી, સ્ટાફના માણસો દ્વારા જુગારની રેઇડ કરાવતા આરોપીઓ પકડાઈ ગયા હતા પકડાયેલા આરોપીઓમા (૧) વિદ્રસિંહ કનુભાઈ પરમાર રહે. કાલોલ વૃંદાવન સોસાયટી પી.ડબ્લ્યુ ડી કવાટર્સ ની પાછળ તા. કાલોલ (2) કલ્પેશભાઈ અરવિંદભાઈ સોલંકી રહે. કાલોલ ભાગ્યોદય સોસાયટી તા. કાલોલ (૩) ભાવેશકુમાર દલશુખભાઈ સોલંકી રહે. બાકરોલ મંદિર વાળુ ફળીયુ તા.કાલોલ (૪) નિરજ ઉર્ફે નિરંજન વિનયભાઈ પાસવાન રહે. કાલોલ જી.આઈ.ડી,સી, કોલોની મ.ન. સી/૮૨ તા. કાલોલ(૫) રવિ રમેશભાઈ દરજી રહે. વ્રુદાવન સોસાયટી કાલોલ તા. કાલોલ (૬) નિલકુમાર ઉર્ફે નાથી અરૂણભાઈ પટેલ રહે. ડેરોલ સ્ટેશન રોડ કાયાની વાડી પાછળ તા. કાલોલ (૭) ઉર્વિશકુમાર સોમાભાઈ સોલંકી રહે. કાલોલ રેફરલ હોસ્પિટલ પાછળ તા. કાલોલ (૮) મહેશ અંબાલાલ પટેલ રહે. કાલોલ કલાલ ઝાપાં પાસે તા. કાલોલનો સમાવેશ થાય છે. પોલીસે અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા કુલ રૂ. ૪૦૪૭૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી કાલોલ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.પોલીસની કાર્યવાહીના પગલે જુગાર રમનારાઓમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!