37 C
Ahmedabad
Saturday, May 4, 2024

પંચમહાલ: ગોધરા પાસે આવેલી મીંઢી કોતરમાં ચાલતા જુગારધામ પર LCB ના દરોડા, 4 ઝડપાયા


ગોધરા એલ.સી.બી. પોલીસે ગોધરા નીલમ લોઝની સામે મીંઢીના કોતરની બાજુમાં ખુલ્લામાં ગંજી પાના પત્તાનો જુગાર રમતા કુલ-4 જુગારીયાઓને પકડી પાડી રોકડા રૂ.10,230 તથા મોબાઇલ ફોન નંગ-4 કિં.રૂ. 20,000/- તથા મોટર સાકયલ કિં.રૂ. 30,000 એમ મળી કુલ રૂ. 60,230 નો જુગારનો મુદ્દામાલ જપ્ત કર્યો.

Advertisement

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ અત્રેના જિલ્લામાં જુગારની અસામાજીક પ્રવૃતિ નૈસ્ત નાબુદ કરવા સારૂ પોલીસ ઈન્સ્પેકટર જે.એન.પરમાર એલ.સી.બી. ગોઘરા નાઓને જરૂર સુચના અને માર્ગદર્શન આપેલા તે મુજબ જે.એન.પરમાર પોલીસ ઈન્સ્પેક્ટર એલ.સી.બી. ગોઘરા નાઓની ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ગોધરા નીલમ લોઝની સામે મીંઢીના કોતરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક માણસો ભેગા મળી ગંજી પાના પત્તાનો પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડે છે અને હાલમાં જુગાર રમવાની પ્રવૃતિ ચાલુ છે તેવી મળેલ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આઇ.એ.સીસોદીયા પો.સ.ઈ. એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના ટીમ દ્વારા જુગારની રેઇડ કરાવતા (1) લુકમાન ઐયુબ (2) આસિફ સુલેમાન મીંઢી (3) ઇસ્માઇલ અબ્દુલ સલામ સલા (4) મહમદ ઇસ્માઇલ મહમદ યુસુફ દાવ રહે ગોધરાઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલા આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.પોલીસની રેડના પગલે જુગાર રમતા જુગારીઓમા ફફડાટ મચી જવા પામ્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!