39 C
Ahmedabad
Saturday, May 4, 2024

પંચમહાલ: ગોધરા એસ.ટી બસ સ્ટેશનમાં એક ઈસમને દારુના જથ્થા સાથે ઝડપી પાડતી LCB પોલીસ


પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલા લાલબાગ બસ સ્ટેશન ખાતે વિદેશી દારુના વિદેશી દારૂના કવાટીયા કુલ. નંગ-262 કિ.રૂ. 27,510 સહીતનો પ્રોહીબીશનનો મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ. ભરાડા નાઓએ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબ નાઓને અત્રેના જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂં જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઈન્સ્પેક્ટર જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદારથી બાતમી મળી હતી કે ગોધરા લાલબાગ બસ સ્ટેશનમા પાર્સલ વિભાગની બાજુમાં એક ઇસમ તેઓની પાસે બે મીણીયા થેલાઓમા વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને તે કયાંક જવા બસની રાહ જોઇ બાકડા ઉપર બેસેલ છે તેવી મળેલ બાતમી આધારે શ્ આઇ.એ. સિસોદીયા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી, ગોઘરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ ગોધરા લાલ બાગ બસ સ્ટેન્ડમાં જઇ તપાસ કરી બાતમી મુજબના ઇસમ રાધેશ્યામ રાજારામ વણઝારા રહે.બાજવા મહેશ્વરી ફાટક ગાયત્રીકૃપા સોસાયટી વડોદરાને પકડી પાડી તેના કબજામાંથી નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ કબજે કરેલ છે. ઉપરોકત આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા શહેર એ ડીવીઝન સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!