35 C
Ahmedabad
Saturday, May 4, 2024

ગ્રેડ પેની માંગ સામે પેકેજની જાહેરાત કરતા પોલીસકર્મીઓમાં છૂપો રોષ : સરકારી લોલીપોપ સાથે સરખામણી, ચૂંટણી પહેલા ટેન્શન


પોલીસકર્મીઓએ સ્ટેટ્સમાં AAP ના કેજરીવાલને સ્થાન આપ્યું
પોલીસ કર્મીઓના ગ્રુપમાં જાત જાતની ટિપ્પણીઓ
વોટ્સ એપ પર રોષ, લખ્યું “MLA નો પગાર રાતોરાત વધે, પોલિસને લોલીપોપ..!!”

Advertisement

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરવા માટે આમ આદમી પાર્ટી પોતાનાથી બનતા દરેક પ્રયત્નો કરી રહી છે. AAPના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ સતત ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે અને ગુજરાતની જનતાને અલગ-અલગ પ્રકારની જાહેરાતો કરીને પોતાના પક્ષમાં કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

Advertisement

જેમાં અત્યાર સુધી તેમણે વીજળી, રોજગાર, મહિલા અને પોલીસ ક્ષેત્રે અલગ અલગ જાહેરાતો કરી છે, જ્યારે આજની મુલાકાતમાં તેમણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા માટે પણ અલગ અલગ જાહેરાત કરી છે. જેમાં બાળકોના ભણતરની સાથે સાથે શિક્ષકોના હિત માટે પણ જાહેરાત કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે પોતાની ગત ગુજરાત મુલાકાત દરમિયાન પોલીસકર્મીઓને અનુલક્ષીને જાહેરાત કરી હતી અને ગુજરાત પોલીસનો દેશમાં સર્વશ્રેષ્ઠ પગાર આપવાની જાહેરાત કરી હતી.

Advertisement

જ્યારે અરવિંદ કેજરીવાલે આ જાહેરાત કરી હતી ત્યારે ગુજરાતનાં પોલીસકર્મીઓએ તેમના આ નિર્ણયને વધાવી લીધો હતો અને સોશિયલ મીડિયાના માધ્યમથી અરવિંદ કેજરીવાલના આ નિર્ણયનું અભિવાદન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવાર દ્વારા પોલીસ ગ્રેડ પેને લઈને માગણી કરવામાં આવી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલની આ જાહેરાત બાદ ગુજરાત સરકાર દ્વારા પોલીસ માટે ખાસ ભથ્થું જાહેર કરવામાં આવ્યું છે.

Advertisement

Advertisement

આ ઘટના બાદ આજે જ્યારે ફરી અરવિંદ કેજરીવાલ ફરીથી ગુજરાત આવ્યા ત્યારે ફરીથી ગુજરાતનાં પોલીસકર્મીઓ દ્વારા અરવિંદ કેજરીવાલનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને ફરીથી ગુજરાત પોલીસના કર્મચારીઓએ વોટ્સએપ સ્ટેટસમાં અરવિંદ કેજરીવાલના ફોટો મૂક્યા હતા. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલિકર્મીઓનું માનવું છે કે તેમની જાહેરાત બાદ ગુજરાત સરકારે મહિનાઓ અને વર્ષોથી તેમની પડતર માગ ઉપર થોડું ઘણું વિચાર્યું છે, પરંતુ તેમની જે મુખ્ય માગ હતી કે ગ્રેડ પેમાં વધારો થવો જોઈએ તેના ઉપર સરકાર દ્વારા હજુ કોઈ કામગીરી કરવામાં આવી નથી. જેથી પોલીસકર્મીઓ અરવિંદ કેજરીવાલની સરકારના રૂપમાં એક આશાનું કિરણ જોઈ રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!