36 C
Ahmedabad
Saturday, May 4, 2024

આત્મા’લાપ : જીવતા’તો રસ્તો ન આપ્યો, મર્યા પછી તો આપો, ડાઘુઓએ જીવ પડીકે બાંધી અંતિમયાત્રા યોજી


હે લેણું દેણુ લખ્યું લલાટે, લેણું દેણુ લખ્યું લલાટે
અહીં નું અહીં દેવાનું રે….

Advertisement

અરવલ્લી જિલ્લામાં વિકાસની વાતો વચ્ચે કેટલીય વાર વરવી વાસ્તવિકતા છતી કરતા દ્રશ્યો સામે આવતા હોય છે પણ આવી વાસ્તવિકતાને ક્યારેય બદલવાનો પ્રયાસ કેમ કોઇ કરતું નથી તે સવાલ છે. વિકાસની મોટી મોટી વાતો થાય છે અને તેનું અમલીકરણ કરવામાં આવે ત્યારે માત્ર સફેદ કાગળ પર કરી દેવાય છે, પણ તેની અમલીકરણ જમીની સ્તર પર ક્યારેય નથી થતું તેવું એક ઉદાહરણ દર્શાવતો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક મૃતક વ્યક્તિને સ્મશાને જવામાં પણ ઘટી યાતનાઓ વેઠવી પડી રહી છે.

Advertisement

અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારો હજુપણ વિકાસના વાટ જોઇને બેઠા છે કારણ કે, આદિવાસી વિસ્તારમાં હજુ પણ તંત્ર દ્વારા વિકાસ પહોંચાડવામાં નથી આવ્યો જેથી કેટકેટલી યાતનાઓ ભોગવવા ભિલોડા તાલુકાના લોકો મજબૂર બન્યા છે. શામળાજી નજીક આવેલા અણસોલ ગામ મેશ્વો નદીના બે કાંઠે આવેલું છે અને જ્યારે ચોમાસાનો સમય આવે ત્યારે એક ગામના અઢીસોથી વધારે પરિવારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને કોઇ વ્યક્તિ બિમાર હોય અથવા તો મૃત્યુ થયા પછી અંતિમધામ લઇ જવા માટે નદીના ધસમસતા પ્રવાહને ચિરીને જવું પડે છે અને તે પણ જીવના જોખમે. આવી કપરી પરિસ્થિતિમાં ડાઘુઓ મૃતક વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવા જઇ રહ્યા છે એટલું જ નહીં ડાઘુઓ પોતાનો જીવ બચાવવા માટે હાથમાં ટાયર-ટ્યુબ પણ સાથે રાખી રહ્યા છે, જેથી આપાતકાલ જેવી સ્થિતિમાં પોતાનું રક્ષણ કરી શકે.

Advertisement

Advertisement

આઝાદીના સાત દાયકા વીતી જવા છતાંપણ હજુ અધિકારીઓ અહીં આવવાનું નામ નથી લેતા અને જો આવે તો તેઓની સમસ્યાઓનો સામનો કરવો પડે અને આ સામનો કરવાની તેમની પાસે હિંમત નથી. ઘણાં સમયથી મેશ્વો નદી ઉપર બ્રિજ બનાવવાની માંગ ટલ્લે ચઢી છે પણ તેમની માંગ ક્યારે સંતોષવામાં આવશે તે કહેવું મુશ્કેલ છે.

સરકાર કરોડો રૂપિયા વિકાસ માટે ગ્રાન્ટ આપતી હોય છે પરંતુ આ ગ્રાન્ટનો સદુપયોગ કમ થતો નથી, કેમ જરૂરિયામંદ લોકો સુધી વિકાસ નથી પહોંચતો, ગ્રામ્ય વિસ્તારોમાં કેમ પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આવી રીતે અંતિમધામ સુધી લઇ જવામાં કેટકેટલો પરિશ્રમ કરવો પડશે અને ક્યાં સુધી આવા સવાલો અગ્નિનમાંથી નિકળતા ધુમાળાની જેમ અદ્રશ્ય થઇ જાય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!