24 C
Ahmedabad
Thursday, May 2, 2024

AAP ની રોજગાર ગેરંટી યાત્રી, બાયડથી શરૂઆત થયેલી પ્રથમ રેલીમાં 100 યુવાઓ જોડાયા


સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલા પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે ત્યારે રોજગારી, વીજળી, સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્નો, શિક્ષણ અને આરોગ્યના મુદ્દે ચૂંટણીમાં આ વર્ષે એન્ટ્રી કરી છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આપ ના આગેવાનોએ રેલી અને લોક સંપર્ક શરૂ કર્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ચૂંટણી પહેલા રોજગાર યાત્રી યોજવામાં આવી હતી. જિલ્લાના બાયડ વિધાનસભા બેઠક પર આપ નેતા યુવરાજસિંહે રાજગાર ગેરંટી યાત્રી યોજી હતી, જેમાં 100 થી વધારે યુવાઓ આપમાં જોડાયા હતા.

Advertisement

અરવલ્લીના બાયડથી આમ આદમી પાર્ટીની ભાજપ ગૌરવ યાત્રા શરૂ કરવામાં આવી હતી. બાયડ સર્કિટ હાઉસથી શરણાઈ પાર્ટી પ્લોટ સુધી આપની યુવરાજસિંહની અધ્યક્ષતામાં રેલી યોજાઈ હતી અને શરણાઈ પાર્ટી પ્લોટ પહોંચી હતી. ત્યાં મોટી સંખ્યામાં લોકો, યુવાનો, મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતા. યુવરાજસિંહ જાડેજાએ આમ આદમી પાર્ટી દ્વારા પંજાબ અને દિલ્હીમાં જે વિકાસ થયો એ વાત દોહરાવી હતી. તેમજ ભાજપને જૂઠાણી પાર્ટી ગણાવી હતી. બાયડના 100થી વધુ યુવકોએ આપનો ખેસ ધારણ કર્યો હતો અને વિધિસર આમ આદમી પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!