29.5 C
Ahmedabad
Friday, December 2, 2022
spot_img

શિક્ષકોની મહા રેલી : રાજ્યના 33 જિલ્લાઓમાં જૂની પેન્શન યોજના સહિત 16 માંગને લઇને કલેક્ટરને આવેદન પત્ર


જય અમીન/અંકિત ચૌહાણ, મેરા ગુજરાત, અરવલ્લી

Advertisement

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્યના અલગ અલગ સરકારી વિભાગો દ્વારા પોતાના પડતર પ્રશ્નોની માગને લઈને આંદોલન શરૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે જુની પેન્શન યોજના સહિતની 16 જેટલી પડતર માંગણીઓને લઈ રાજયના શિક્ષકો દ્વારા સપ્ટેમ્બર માસ દરમ્યાન આંદોલનના વિવિધ કાર્યક્રમો થકી સરકાર સામે બાંયો ચઢાવી છે. રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં શિક્ષકોએ રેલી યોજી હતી, અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્રો આપ્યા હતા. ગુજરાતમાં 3 સપ્ટેમ્બરે મૌન રેલી યોજી જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી હતી શિક્ષકો ડિજિટલ આંદોલન પણ ચલાવી રહ્યા છે.

Advertisement

અરવલ્લી જીલ્લા પ્રાથમીક સંઘના હોદ્દેદારો અને જીલ્લામાં ફરજ બજાવતા 2 હજાર જેટલા પ્રાથમીક શિક્ષકોએ મહા મૌન રેલી એન્જીનીયરીંગ કોલેજ થી યોજી જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું અને શિક્ષકનો વર્ષો જૂની પડતર માંગણીઓ અંગે સરકાર નક્કર નિર્ણંય લે તેવી માંગ કરી હતી મૌન રેલી યોજાનાર શિક્ષકોએ જણાવ્યું હતું કે જૂની પેંશન યોજના સહીત 15 જેટલી વિવિધ પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર આપ્યું છે આવેદન પત્ર પછી પણ માંગો નહીં સ્વીકારે સરકાર તો આગામી 11 સપ્ટેમ્બરના રોજ વિવિધ સ્થળોએ રેલીનું આયોજન 17 સપ્ટેમ્બરે શિક્ષકો માસ સીએલ પર ઉતરશે ત્યાર બાદ પણ સમાધાન ન આવે તો 22 સપ્ટેમ્બરે કાળી પટ્ટી ધારણ કરીને પેનડાઉન કાર્યક્રમ અને છેલ્લે 30 સપ્ટેમ્બરથી અચોક્કડ મુદત માટે હડતાળ પર ઉતરવા મક્કમ હોવાનું જણાવ્યું હતું.

Advertisement

નોંધ – મેરા ગુજરાતના કોઇ જ પ્રતિનિધિની નિમણૂક હાલ કોઇ જ જિલ્લામાં કરેલી નથી, જેની વાંચકોએ નોંધ લેવી, કોઇપણ વ્યક્તિ મેરા ગુજરાતના નામે ઓળખાણ આપે તો તાત્કાલિક meragujarat2022@gmail.com પર સંપર્ક કરવો

Advertisement

શિક્ષકોની મુખ્ય માંગ
1. જુની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવી.
2. ફિક્સ પગાર પ્રથા બાબતે સરકારે સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલ SPL 14124-141252012 પિટિશન પરત ખેંચી ફિક્સ પગારની પ્રથા મુળ અસરથી બંધ
કરી નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ મૂળ નિમણૂંકથી તમામ લાભ આપવામાં આવે.
3. 7મા પગારપંચના બાકી ભથ્થા તા.01-01-2016ની અસરથી લાગુ કરવામાં આવે.
4. રહેમરાહે નિમાયેલ કર્મચારીઓની નોકરી મૂળ નિમણૂંક તારીખથી તમામ હેતુ માટે સળંગ ગણવી.
5. શૈક્ષણિક કર્મચારી સિવાયના કર્મચારીઓને કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેમ 10, 20, 30 વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ પગાર મર્યાદા સિવાય આપવો.
6. રૂ.10/- લાખની મર્યાદામાં કેશલેસ મેડિક્લેમની મર્યાદા આપવી.
7. વય નિવૃત્તિ 58 વર્ષથી વધારી ભારત સરકારના કર્મચારીઓ માફક 60 વર્ષ કરવી.
8. 30મી જુને વય નિવૃત્ત થતા કર્મચારીઓને એક ઈજાફા સહિત પેન્શનનો લાભ આપવો.
9. ચાલુ ફરજ દરમ્યાન અવસાનના કિસ્સામાં વારસદારને અપાતી ઉચ્ચક નાણાકિય સહાયને બદલે અગાઉની જેમ ત્રણ મહિનામાં પુરા પગારમાં રહેમરાહે નોકરી આપવી.
10. 45 વર્ષની વય મર્યાદા બાદ કર્મચારીઓને ખાતાકીય પરીયાઓમાંથી મુક્તિ આપી બઢતી અને ઉચ્ચત્તર પગાર ધોરણના લાભ આપવા
11. પૂર્વસેવા તથા ખાતાકીય પરીક્ષામાં 60 એ મુક્તિની જોગવાઈ દુર કરી, પાસ થવાના 50% માર્કસના ધોરણને બદલે 40% કરવામાં આવે અને ખાતાકીય પરીક્ષાના પાંચ વિષયોના સ્થાને ત્રણ વિષયો રાખવામાં આવે અને અંગ્રેજ વિષયનું પેપર 28 કરી ગુજરાતી વિષયનું પેપર રાખવામાં આવે.
12. પંચાયત, બોર્ડ-નિગમ, નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓ તથા વર્કચાર્જ રોજમદાર કર્મચારીઓને સાતમા પગારના તફાવત સહિતના તમામ લાભ આપવા અને રાજ્ય સરકારના કર્મચારી ગણવા
13. વર્ગ-3 અને વર્ગ-4 માં આઉટ સોર્સિંગ પ્રથામાં થતું શોષણ દૂર કરી નિયમિત ભરતી કરવી અને અનુભવી કર્મચારીઓને અગ્રતાના ધોરણે નિયમિત કરવા.
14. કર્મચારીઓને નિવૃત્તિ વખતે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દરમાં તથા મુદતમાં ઘટાડો કરવો.
15. બદલીપાત્ર કર્મચારીઓને સબંધિત જિલ્લામાં તથા બિન બદલીપાત્રસચિવાલય સહિતના કર્મચારીઓને ગાંધીનગરમાં રાહતદરના પ્લોટની ફાળવણી કરવી તથા
16. અન્ય પ્રશ્નો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

976FansLike
126FollowersFollow
134FollowersFollow
623SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!