28 C
Ahmedabad
Friday, April 26, 2024

ભાજપની ભગીની સંસ્થા કિસાનસંઘે જ સરકાર સામે બાંયો ચડાવી : તંત્ર ઉંઘતુ રહ્યું, ખેડૂતોએ ને.હા.નં-8 પર રાજેન્દ્ર નગર ચોકડી પર ચક્કાજામ


કિસાન સંઘે ખેડૂતોની પડતર માંગોને લઈને ને.હા.નં-૮ પર ચક્કાજામ કરતા હજ્જારો વાહનો ટ્રાફિકમાં અટવાયા
મોડાસા રૂરલ પીએસઆઈ રાઠોડને ખેડૂતો સાથે ચકમક જરી, PSI ગુસ્સે થયા

Advertisement

ભાજપ પક્ષની પાંખ ગણાતા ભારતીય કિસાન સંઘે ખેડૂતો ના પ્રશ્નોને લઈને સરકાર સામે બાંયો ચડાવી છે. ગુજરાતમાં ખેડૂતો માટે સમાન વીજ દર અને અનેક પડતર માંગણી સાથે ભારતીય કિસાન સંઘે ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યું છે રાજ્યમાં કિસાન સંઘ સરકાર સામે આશ્ચર્યજનક કાર્યક્રમો આપી વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે અરવલ્લી જીલ્લા કિસાનસંઘે વાહનોથી સતત ધમધમતા અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે નં-8 પર મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડી ચકકજામ કરતા ટ્રાફિકજામ સર્જાયો હતો આઈબી અને રૂરલ પોલીસતંત્ર ઉંઘતુ ઝડપાયું હતું

Advertisement

Advertisement

રવિવારે સવારે અરવલ્લી જીલ્લા કિસાન સંઘના હોદેદ્દારો અને ખેડૂતો મોટી સંખ્યામાં નેશનલ હાઇવે નં-8 પર રાજેન્દ્રનગર ચોકડી નજીક રોડ પર ઉતરી આવ્યા હતા અને ખેડૂતોની પડતર માંગને લઈને ચક્કાજામ કરતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો હાઇવે પર ચક્કાજામ ના પગલે વાહનોની લાંબી કતારો લાગી હતી ખેડૂતોએ હાઇવે ચક્કાજામ કરતા મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ચક્કાજામ દૂર કરવાનો પ્રયત્ન કરતા ખેડૂત નેતાઓ અને મોડાસા રૂરલ પીએસઆઇ રાઠોડ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું મામલો તંગ બને તે પહેલા પોલીસકર્મીઓ અને અન્ય ખેડૂતોએ મામલો શાંત પાડ્યો હતો આખરે પોલીસની સમજાવટથી ચક્કાજામ દૂર કરતા ટ્રાફિક પૂર્વરત કરાતા વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

Advertisement

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઓએ બપોરના સુમાર સુધી ચક્કાજામ કરનાર કિસાન સંઘના નેતાઓ કે ખેડૂતો સામે અટકાયતી પગલાં કે કાયદેસરની કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું જણાવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!