35 C
Ahmedabad
Friday, April 26, 2024

E-સિગારેટના નશાના રવાડે ટીનેજર : છોકરા-છોકરીઓ છાનેછુપને કશની લત,મોડાસાના પાન પાર્લરો પર E-સિગારેટનું વેચાણ..!!


જય અમીન, મેરા ગુજરાત

Advertisement

તમારા બાળક પાસે આવું કાંઈ મળે તો ચેતજો ,ઘડિયાળ,સ્પ્રે કે પછી આકર્ષક બોલપેન હોઈ શકે છે E-સિગારેટ
કેટલાક ટીનેજર છોકરા-છોકરી રીલ્સ બનાવવાની લાહ્યમાં E-સિગારેટના રવાડે ચઢી રહ્યા છે
શહેરના કેટલાક પાન પાર્લરમાં E-સિગારેટનું ખુલ્લેઆમ વેચાણ પોલીસ ખાનગી રાહે તપાસ કરાવે તેવી લોક માંગ

Advertisement

ગુજરાતનું યુવાધન ડ્રગ્સ અને ઈ-સિગારેટના નશાના ખપ્પરમાં ડૂબી રહ્યું છે રાજ્યમાંથી મોટા પ્રમાણમાં પોલીસ ડ્રગ્સ અને E-સિગારેટનો છેલ્લા કેટલાક દિવસોથી મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કરી રહી છે ઈ-સિગારેટનું દુષણ હવે નાના શહેરમાં પ્રવેશી ચૂક્યું છે અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં યુવાધન અને કેટલાક ટીનેજર છોકરા-છોકરીઓ ઇ-સિગારેટની લત લાગી ચુકી છે શહેરના કેટલાક પાન પાર્લરમાં ઈ-સિગારેટનું વેચાણ થઇ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે સોશ્યલ મીડિયામાં રીલ્સ બનાવવા પણ સગીર છોકરા-છોકરીઓ ઈ-સિગારેટનો ઉપયોગ કરી રહ્યા છે

Advertisement

ભારત સરકારે ઈ-સિગારેટ પર પ્રતિબંધ લાદી દીધો છે તેમ છતાં મેગાસીટી અને શહેરમાં ઈ-સિગારેટનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે સોમવારે ડીઆરઆઈ વિભાગે સુરતમાંથી 20 કરોડ રૂપિયાની ઈ-સિગારેટનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે ચાઈનીઝ તેમજ વિદેશમાંથી ગેરકાયદેસર ઈ-સિગારેટ મંગાવી અસામાજીક તત્ત્વો યુવાધનને નશાની લત લગાડી રહ્યા છે

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા શહેરમાં કેટલાક પાન પાર્લરમાં 200 થી 300 રૂપિયામાં વિવિધ ફ્લેવર વાળી ઈ-સિગારેટનું વેચાણ થઇ રહ્યું છે ઈ સિગારેટનું ગેરકાયદેસર વેચાણ કરતા તત્ત્વોના ગ્રાહકોમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો અને યુવાધનનો સમાવેશ થઇ રહ્યો છે કેટલાક ટીનેજર ઈ-સિગારેટના નશાને સ્ટેટ્સ સિમ્બોલ સમજી રહ્યા છે અને શાળા પરિસરમાં વટ પાડવા ઇસિગારેટના કશ પણ લગાવતા હોય છે

Advertisement

ઈ સિગારેટ ઉત્પાદન કરતી કંપનીઓ તેમનો નશાનો કારોબાર કરવા
અને વાલીઓની નજરથી બચવા અલગ અલગ પ્રકારે ઈ-સિગારેટનું નિર્માણ કરે છે જો તમારા બાળક પાસે આવી ઘડિયાળ કે સ્પ્રે જેવું દેખાતી વસ્તુ સમજી માતા-પિતાને કોઈ વહેમ જતો નથી કે આ તેમના બાળકને મોત તરફ લઈ જનારું એક સાધન છે થોડા સમય અગાઉ અમદાવાદ પોલીસના હાથે એવી કેટલીક વસ્તુઓ લાગી હતી જે અંગે જાણીને આપ ચોંકી જશો. ખરેખર ઘડિયાળ, સ્પ્રે વગેરે જેવી દેખાતી આ વસ્તુઓ જેને સ્કૂલ બેગમાં કે કોલેજ બેગમાં કે પોકેટમાં સરળતાથી રાખી શકાય તેવા સિન્થેટિક નિકોટિન ધરાવતો ઈલેકટ્રીક હુક્કા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!