29 C
Ahmedabad
Friday, April 26, 2024

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આપના દ્વારે, ઉત્તર ગુજરાતમાં 50 કિ.મી.ના અંતરે બ્લડ બેંક શરૂ કરવાની વિચારણા


ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લાનો આપના દ્વારે કાર્યક્રમ મોડાસા ખાતે યોજાઇ ગયો, જેમાં જિલ્લા સાંસદ દીપસિંહ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઈન્ડિયન સોસાયટી દ્વારા જિલ્લામાં કરવામાં આવતી કામગીરીને લઇને સમિક્ષા કરાઈ હતી. છેવાડાના વ્યક્તિ સુધી ઈન્ડિયન સોસાયટીની સેવાઓ પહોંચે તે માટે આગામી દિવસોમાં પ્રયાસો કરવામાં આવનાર છે તેવું ચેરમેન અજય પટેલે જણાવ્યું હતું, તેમણે ઉમેર્યું હતું કે, પચાસ કિ.લી મીટરના અંતરે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીને બ્રાન્ચ ઉત્તર ગુજરાતમાં શરૂ કરાશે જેથી જરૂરિયાત મંદ વ્યક્તિને આપતકાલ સ્થિતિમાં બ્લડ મળી રહે.

Advertisement

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જુનિયર અને યુથ રેડ ક્રોસ માં યુવાનો જીવનમાં લક્ષ પ્રાપ્ત કરી આગળ વધે તેમજ તેમનો સર્વાંગી વિકાસ થાય તેઓ દેશના સારા નાગરિક અને સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. શાબ્દિક સ્વાગત કરતા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લાના ચેરમેન ભરતભાઈ પરમારને તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું, તેમણે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની કામગીરીને શ્રષ્ઠીઓ સમક્ષ મુકી હતી અને આગામી દિવસોમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા કેવી રીતે કામગીરી કરી શકાય તેનો રૂપરેખા પણ પ્રસ્તુત કરી હતી. મોડાસા રેડક્રોસ સોસાયટીના ચેરમેન ભરતભાઈ પરમારે આ કાર્યક્રમ લક્ષી સારી એવી રૂપરેખા અને અભિયાન પોતે ચલાવી રહ્યા છે જેમાં તેઓએ કહ્યું કે રેડ ક્રોસ સોસાયટી કેટલીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે જેઓ લોકજાગૃતિ પ્રાથમિક સારવાર, શિક્ષણક્ષેત્રે, આરોગ્યક્ષેત્રે તેમજ સમાજ સેવાકીય પ્રવૃત્તિઓમાં અત્યાર સુધી યોગદાન આપી રહ્યા છે. આ સાથે જ હાલમાં ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા તાલુકાકક્ષાની બ્રાન્ચ માટે મકાનની ફાળવણી કરવામાં આવતા પંચાયતના સરપંચનો પણ આભાર માન્યો હતો.

Advertisement

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અરવલ્લી જિલ્લા સાંસદ દીપસિંહ રાઠો઼ડ, રાજ્યસભા સાંસદ રમીલાબહેન બારા, અમુલના ચેરમેન શામળભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ, મહેસાણા ભાજપ પ્રભારી કનુભાઈ પટેલ, ધી મ.લા.ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળના પ્રમુખ નવીનચંદ્ર મોદી, ધનસુરા ગ્રામ પંચાયતના સરપંચ હેમલત્તાબહેન પટેલ, કટલરી કરિયાણા સહકારી શરાફી મંડળના ચેરમેન ઈસ્માઈલભાઈ દાદુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

મોડાસાના ઉમા હોલ ખાતે આયોજિત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના આપના દ્વારે કાર્યક્રમનું આયોજન અરવલ્લી જિલ્લા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ચેરમેન ભરતભાઈ પરમાર, વાઈસ ચેરમેન એ.એસ.પટેલ, સેક્રેટરી રાકેશભાઈ જોષી, ટ્રેઝરર જીતેન્દ્રભાઈ અમીન દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ કક્ષાના આગેવાનો ચેરમેન અજય પટેલ, વાઈસ ચેરમેન અજય દેસાઈ, જનરલ સેક્રેટરી પ્રકાશ પરમાર, ઉત્તર ઝોન કો ઓર્ડિનેટર અનિલ નાયક પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!