37 C
Ahmedabad
Friday, April 26, 2024

AAP : ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ સર્જ્યું, અરવલ્લી ભાજપના અગ્રણી સહીત કોંગ્રેસી કાર્યકરોએ ઝાડુ પકડ્યું, રાજકીય ગરમાવો


મોડાસામાં AAP ના કેજરીવાલની સભા સંબોધી શકે છે
ભાજપ અગ્રણી નિલેશ જોષીએ કહ્યું આમ આદમી પાર્ટી ગરીબ અને મધ્યમ વર્ગી પરિવારોની ચિંતા કરે છે

Advertisement

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓએ મતદારોને રીઝવવા કમરકસી રહી છે ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ પુર બહારમાં ખીલી ઉઠી છે આમ આદમી પાર્ટીનો પ્રભાવ ધીરેધીરે વધી રહ્યો છે અરવલ્લી જીલ્લા ભાજપ અને કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે ભાજપના અગ્રણી નીલેશ જોષી સહીત તેમના નિકટના સાથીઓ કમળનો સાથ છોડી ઝાડુ પકડ્યું છે કોંગ્રેસના કેટલાક કાર્યકરો પણ આપમાં જોડાયા છે.

Advertisement

મોડાસા શહેરની મધુવન સોસાયટીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સહમંત્રી જયદીપસિંહ ચૌહાણનું ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં ભાજપ અગ્રણી જીવદયા પ્રેમી સેવાકીય કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા નિલેશ જોષી અને તેમની ટીમે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લીધો હતો કોંગ્રેસમાં થી યુવા અચલ સગર , નિરુભાઈ સિંધી સહીત 30 કાર્યકરોએ પંજો છોડી ઝાડુ પકડ્યું હતું આપમાં જોડાયેલ ભાજપ- કોંગ્રેસના કાર્યકરો સાથે જીલ્લામાં ઘરે ઘરે આમ આદમી પાર્ટીની યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવાનો નીર્ધાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Advertisement

કમળને કોરાણે મુકી AAPનું ઝાડુ પકડનાર નિલેશ જોશીએ કહ્યું, વર્તમાન પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે આમ આદમી વિવિધ પ્રશ્નોથી દુ:ખી છે. ચૂંટણી આવી રહી છે એવામાં સીધા પ્રજા જોડે સહાય મદદ રૂપ થાય એવી ગરીબ અને મધ્યમ વર્ગને મદદ કરતી વિચારસરણીવાળી પાર્ટી એટલે આમ આદમી પાર્ટી. પંજાબ અને દિલ્હીની જેમ ગુજરાતમાં પણ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સહાય મળે તે માટે આમ આદમી પાર્ટીમાં જોડાયો છું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!