35 C
Ahmedabad
Friday, April 26, 2024

વિપુલ ચૌધરી અરવલ્લીની મુલાકાતે, “ડબલ એન્જિન સરકાર પાસે ડબલ માંગ” કરી, સાંભળો શું કહ્યું


વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય ગતિવિધીઓ તેજ થઇ છે, વિવિધ સંગઠનો, સમાજિક સંસ્થાઓ તમજ સરકારી કર્મચારીઓના સંગઠનો પોતાની માંગ સંતોષવા સરકાર સમક્ષ રજૂઆતો કરી રહી છે, એટલું જ નહીં વિવિધ સરકારી કર્મચારીઓના સંગઠનો હડતાળમાં જોડાઈ ચુક્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ અર્બુદા સેનાના કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે પહોંચ્યા હતા. મોડાસાના મેઘરજ રોડ વિસ્તારમાં અર્બુદા સેનાના કાર્યલયના લોકાર્પણ પ્રસંગે તેમણે જણાવ્યું કે, ડબલ એન્જિન સરકાર પાસે તેમની બે માંગણીઓ છે.

Advertisement

મીડિયા સાથેની વાતચીતમાં વિપુલ ચૌધરીએ જણાવ્યું કે, અર્બુદા કાર્યાલય લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તેમણે વધુમાં જણાવ્યું કે, તેમની ડબલ એન્જિન સરકાર પાસે ડબલ ડિમાન્ડ છે, જેમાં સમાજના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે સરદાર ધામની જેમ અર્બુદાધામ શિક્ષણનું ધામ બનાવવામાં આવે, બીજી માંગ એ પણ હતી કે, રાજ્ય સરકારમાં સામાજિક અને શૈક્ષિણિક રીતે પછાત વર્ગમાં સામેલ છે ત્યારે કેન્દ્રમાં પણ આ લાભ મળે તેવી માંગ કરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!