30 C
Ahmedabad
Friday, April 26, 2024

અરવલ્લી: મોડાસાના ભેરુંડામાં આશાસ્પદ ખેડૂતને વીજ કરંટ લાગતાં નિધન, ગામમાં શોકમગ્ન વાતાવરણ


મોડાસા તાલુકાના ભેરુંડા ગામમાં રહેતા કલ્પેશભાઈ શામલભાઈ પટેલ પોતાના ખેતરમાં ખેતી કામ અને પશુપાલન માટે વીજ મોટર ચાલુ કરવા જતાં ચોમાસા ની સિઝન હોવાથી ભેજવાળી જમીનના કારણે વીજ કરન્ટ લાગતા જોરથી પટકાઈ ગયા હતા અને શરીરમાં રહેલા લોહી બળી જતા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતાં ડોકટરે કલ્પેશભાઈ ને મૃત જાહેર કર્યો હતો

Advertisement

બનાવ ની વિગત મુજબ ગત રોજ સાંજ ના સુમારે ભેરૂડાં ગામ ની સીમમાં ખેતરમાં ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા હોવાથી ગાયો નો તબેલો હતો ત્યાં ગાયો ને પીવાના પાણી નો હોજ ભરવા માટે ઇલેક્ટ્રિક મોટર શરૂ કરવા જતાં અચાનક વિજકરન્ટ લાગતા આશરે 47 વર્ષીય કલ્પેશભાઈ પટેલ શોર્ટ સર્કિટ થતાં મોત નીપજ્યું હતું કલ્પેશભાઈ ની પત્ની ગીતાબેન પટેલ દીકરો દક્ષ કલ્પેશભાઈ અને દીકરી પ્રાથવી પટેલ ને વિલાપ કરતાં મૂકી અકાળે મોત ને ભેટ્યા મોત થયા ના સમાચારો નાનકડા ગામમાં પ્રસરી જતા લોકો ના ટોળે ટોળા હોસ્પિટલમાં અને તેમના ઘેર ભેગા થઈ ગયા હતા લોકો માં શોક નું મોજું ફરી વળ્યું આ ઘટના અંગે મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશન માં અકસ્માત નો ગુન્હો નોંધી પોલીસ એ તપાસ શરૂ કરી મૃતદેહ ને પોસ્ટ મેટર્મ કરાવી તેમના સગા સંબંધી ને સુપ્રત કર્યો હતો વધુમાં જી ઇ બી ના અધિકારીઓ તેમજ કર્મચારીઓ બનાવ ની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી સર્વે અને પંચનામું કરી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!