27 C
Ahmedabad
Saturday, April 27, 2024

અરવલ્લી પોલીસનો સપાટો : 4 કારમાંથી 3 લાખનો શરાબ ઝડપ્યો, શામળાજી પોલીસે સુરતના બુટલેગરની ખેપ નિષ્ફ્ળ બનાવી


અરવલ્લી એલસીબી, માલપુર, ઇસરી અને શામળાજી પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરોમાં ફફડાટ

Advertisement

અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડી રહ્યા છે જીલ્લા પોલીસતંત્ર પ્રોહીબીશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ 48 કલાકમાં 4 કારમાંથી 3 લાખથી વધુનો દારૂ ઝડપી પાડી ત્રણ બુટલેગરોને દબોચી લીધા હતા

Advertisement

શામળાજી પીએસઆઈ વી.વી.પટેલ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ પરથી આઈ-20 કારમાંથી મોંઘીદાટ 63 વિદેશી દારૂની બોટલ સાથે સુરતના સાગર જીતેન્દ્ર ચાવલા નામના બુટલેગરને દબોચી લીધો હતો શામળાજી પોલીસે રૂ.101200/- ના વિદેશી દારૂ સહીત 3.03 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

ઇસરી પીએસઆઇ દેસાઈ અને તેમની ટીમે બિનવારસી સ્વીફ્ટ કારમાંથી 51 હજારથી વધુનો વિદેશી દારૂ સહીત 1.51 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા બુટલેગર સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.માલપુર પોલીસે વેગનાર ગાડીમાં વિદેશી દારૂની ખેપ મારનાર ગાંધીનગર પેથાપુરના બુટલેગર મિલનસિંહ ગજેન્દ્રસિંહ ચૌહાણને વેગનાર કારમાં દારૂની હેરાફેરી કરતો ઝડપી પાડી 70 હજારના દારૂ સાથે 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

Advertisement

અરવલ્લી એલસીબી પોલીસે ભવાનપુર પાટિયા નજીકથી સ્વીફ્ટ કારણો ફિલ્મીઢબે પીછો કરી કારમાંથી 1.64 લાખના દારૂ સાથે રાજસ્થાન બાચડાઉના સુરેશ તગારામ જાટ ને દબોચી લઇ 6.69 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ બુટલેગરો સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!