અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ૩ કરોડના ખર્ચે સીસીટીવી લગાવી નેત્રમ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે નેત્રમના સહારે જીલ્લા પોલીસતંત્ર અનેક ગુન્હા ઉકેલવામાં સફળ રહી છે મોડાસાના ડુગરવાડા ચોકડી નજીક કારમાંથી કામ અર્થે નીચે ઉતરતા યુવકના ખીસ્સામાં રહેલો આઇફોન પડી ગયો હોવાની જાણ થતા નેત્રમ શાખાનો સંપર્ક કરતા નેત્રમ શાખાએ સીસીટીવી કેમેરામાં રોડ પર પડેલ મોબાઇલ બાઈક ચાલકને મળ્યો હોવાનું જણાઈ આવતા બાઈક ચાલકનો સંપર્ક કરતા તેને મોબાઈલ ઈમાનદારી પૂર્વક પરત કરતા નેત્રમ ટીમે મોબાઈલ ધારક યુવકને મોબાઇલ પરત આપતા ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો
મોડાસા શહેરમાં ડુગરવાડા ચોકડી નજીક કાર લઇ કામકાજ અર્થે આવેલ દક્ષ નરેશ પટેલ નામના યુવક કામકાજ અર્થે ઉતરતા તેની પાસે રહેલ મોંઘોદાટ આઈફોન પડી ગયો હતો કારમાં થોડે દૂર જતા તેનો આઈફોન પડી ગયો હોવાની જાણ થતા તે સ્થળે પહોંચે તે પહેલા એક બાઈક ચાલકને મોબાઈલ મળતા લઇ ગયો હોવાનું જાણવા મળતા તાબડતોડ યુવક નેત્રમ શાખાએ પહોંચ્યો હતો.
અરવલ્લી નેત્રમ શાખાના પીએસઆઈ જે.એચ.ચૌધરી અને તેમની ટીમે ડુગરવાડા ચોકડી પર લગાવેલ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ ચેક કરી મોબાઈલ બાઈક ચાલકને મળ્યો હોવાનું કેમેરામાં કેદ થતા બાઈકના પાસીંગ નંબરના આધારે બાઈક ચાલક યુવકની શોધખોળ કરી જાણ કરતા બાઈક ચાલકે તેને આઇફોન મળ્યો હોવાનું કબૂલી નેત્રમ શાખામાં જમા કરાવતા નેત્રમની ટીમે આઈફોન મોબાઈલ માલિકને પરત કર્યો હતો