30 C
Ahmedabad
Wednesday, May 1, 2024

સરકારી એન્જિનિયરિંગ કોલેજના પ્રાધ્યાપકોએ વિરોધના સૂર રેલાવ્યા, મોડાસા GEC ખાતે કાળા કપડાં પહેરી સુત્રોચ્ચાર


જે બોલે તેના બોર વેંચાય તેવી કહેવાત હાલ સાચી પડતી હોય અથવા તો સાચી પડશે તે કહેવું કદાચ વ્યાજબી હશે કારણ કે, સરકારી કર્મચારીઓ હવે બાંયો ચઢાવી રહ્યા છે. અને હાલ તેઓ પોતાની પડતર માંગણીઓને સંતોષવા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને સુત્રોચ્ચાર કરી રહ્યા છે. કેટલા વિભાગોને સરકારે બાંયધરી આપી છે તો હજુ કેટલાય કર્મચારીઓ પોતાની માંગણીઓથી ઘણાં જ દૂર છે. આવા કિસ્સાઓમાં હવે શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા પ્રાધ્યાપકોએ પણ સામે આવ્યા છે. રાજ્યની એન્જિનિયરિંગ કોલેજના પ્રાધ્યાપકોએ પણ હવે વિરોધના વંટોળ વચ્ચે જવાનો નિર્ણય કર્યો હોય તેવું લાગે છે. અરવલ્લી જિલ્લાની મોડાસા સરકારી એન્જિનિયરિંગ કોલેજના પ્રાધ્યાપકોએ કાળા કપડા પહેરી વિરોધ કર્યો હતો.

Advertisement

મેરા ગુજરાત સાથે એન્જિયરિંગ કોલેજના પ્રાધ્યાપકોએ વાતચીત કરી, સાંભળો શું કહ્યું..

મેરા ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો..

Advertisement

રાજ્યમાં સરકારી એન્જિયનિરિંગ કોલેજના પ્રાધ્યાપકોએ પોતાની પડતર માંગણીઓને સંતોષવા વિરોધ કરી રહ્યો છે. ગુજરાત રાજ્ય સરકારી ઇજનરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળના નેજા હેઠળ સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે, આ સાથે જ આગામી દિવસોમાં અલગ અલગ કાર્યક્રમો પણ યોજાઈ શકે છે.

Advertisement

સરકારી એન્જિયરિંગ કોલેજના પ્રાધ્યાપકોની મુખ્યમાંગ
1. વર્ષ 2016થી પડતર CAS એટલે કે, કરિયર એડવાન્સમેન્ટ સ્કીમ લાગૂ કરવી
2. આસિસ્ટન્ટ પ્રોફેસર થી એસોસિએટ પ્રોફેસરમાં પ્રમોશન
3. રિક્વેસ્ટ ટ્રાન્સ્ફર
4. જૂની પેન્શન યોજના લાગૂ કરવી
5. 7મુ પગાર પંચ આપવું

Advertisement

આગામી દિવસોમાં યોજાનારા કાર્યક્રમો
15 થી 22 સપ્ટેમ્બર સુધી કાળા કપડા પહેરી પોસ્ટર્સ અને બેનર્સ સાથે વિરોધ
23 સપ્ટેમ્બરથી ઉચિત નિરાકરણ ન આવે ત્યાં સુધી તમામ બિનશૈક્ષણિક કામગીરીનો બહિષ્કાર

Advertisement

હાલ ગાંધીનગરમાં પણ મોટી સંખ્યામાં અલગ-અલગ વિભાગમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇને ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે સરકારી કર્મચારીઓની પડતર માંગણીઓ ક્યારે સંતોષાશે તે જોવું રહ્યું.

મેરા ગુજરાતના Facebook પેજને ફોલો કરો..

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!