30 C
Ahmedabad
Friday, April 26, 2024

અરવલ્લી : LCB પોલીસે મહેશ્વરી ટ્રેડર્સમાં ઇલેક્ટ્રિકલ માલસામાનની ચોરી કરનાર બે ને દબોચ્યા, ચોરી કેરેલ માલસામાન ક્યાં નાખ્યો વાંચો


અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાતી રહે છે મોડાસા શહેરમાં તસ્કરોએ તળખળાટ મચાવ્યો છે જીલ્લા એલસીબી પોલીસે મેઘરજ બાયપાસ ચોકડી નજીક મહેશ્વરી ટ્રેડર્સમાં માલસામાનની ચોરી કરનાર સર્વોદય નગર (ડુંગરી) ના બે ચોરને દબોચી લઇ દુકાનમાથી ચોરી કરેલ માલસામાન નજીકમાં રહેલ ફ્લેટની ઝાડી-ઝાંખળામાંથી કબ્જે લીધો હતો 20 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ચોરીમાં સંડોવાયેલ અન્ય શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા જીલ્લા LCB PI સી.પી.વાઘેલા અને તેમની ટીમે ત્વરિત ગુન્હાનો ભેદ ઉકેલી દીધો હતો

Advertisement

મોડાસા શહેરના મેઘરજ બાયપાસ રોડ પર આવેલ મહેશ્વરી ટ્રેડર્સમાં થોડા દિવસ અગાઉ તસ્કરો ત્રાટકી બે મોટર સાથે પંપ સેટ, વાયરોના બંડલ સહીત માલસામાનની ચોરીની ઘટના બનતા અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે બે ટીમ બનાવી બાતમીદારો સક્રિય કરી સર્વોદય નગર વિસ્તારમાં રહેતા સુરેશ લીંબાજી બોદર અને અનિલ બાબુ કોળીને દબોચી લઇ આગવી ઢબે પૂછપરછ કરતા દુકાનમાંથી ચોરી કરેલ માલ મેઘરજ રોડ પર આવેલ લવાસા ફ્લેટ પાછળ ઝાડી-ઝાંખરામાં સંતાડી દીધો હોવાની કબૂલાત કરતા પોલીસે ચોરી કરેલ મુદ્દામાલ રિકવર કરી ચોરીમાં સંડોવાયેલ લાલા ભેરુનાથ મદારી (રહે,સર્વોદય નગર) ને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!