27 C
Ahmedabad
Saturday, April 27, 2024

શિક્ષકે શાળામાં કરેલ કાર્ય સમગ્ર દેશમાં કદાચ કોઈ શિક્ષકે નહીં કર્યું હોય..!! અરવલ્લીના હફસાબાદ છાપરા પ્રા.શાળાના આચાર્યને સલામ


શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હે’, ચાણક્યની આ ઉક્તિને અત્યાર સુધી અનેક શિક્ષકો સાર્થક કરી ચુક્યા છે એક માં સો શિક્ષકોની ગરજ સારે છે એ કહેવત ખુબ જ જાણીતી છે ત્યારે ‘એક સારો શિક્ષક સો માતાઓની ગરજ સારે છે’ આ કહેવતને અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાની હફસાબાદ છાપરા પ્રાથમિક શાળાના આચાર્યએ સાર્થક કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ અને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને બોધપાઠ આપતું કાર્ય કરતા શાળામાં અભ્યાસ કરતા બાળકો, ગામલોકો અને શૈક્ષણિક સ્ટાફે સરહના કરી હતી

Advertisement

મોડાસા તાલુકાની હફસાબાદ પ્રાથમિક શાળાના આચાર્ય નરેન્દ્ર વણકર શિસ્ત અને સ્વચ્છતાના આગ્રહી હોવાની સાથે બાળકો રૂચિ પૂર્ણ અભ્યાસ કરે તે માટે સતત પ્રયત્નશીલ રહેતા હોવાથી બાળકોમાં ખુબ જ પ્રિય છે શાળામાં એક વિદ્યાર્થી લાંબા વાળ રાખી અભ્યાસ માટે આવતા વારંવાર આચાર્યએ બાળકને વાળ કપાવવા માટે જણાવવા છતાં વાળ કાપ્યા વગર શાળાએ અભ્યાસ કરવા પહોંચતા નરેન્દ્ર વણકરે બાળક્ને શાળા પરિસરમાં બાળકની સંમતીથી તેના વાળ કટિંગ કરી આપતા બાળકો અને મહીલાઓ પણ શાળામાં પહોંચી હતી અને આચાર્યની કામગીરીની સરાહના કરી હતી શાળાના અચાર્ય કોઈ પણ પ્રકારની શેહ શરમ રાખ્યા વગર બાળકનાં વાળ કટિંગ કરી આપતા સમગ્ર ઘટના મોબાઇલમાં કેદ કરી લીધી હતી

Advertisement

શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ વણકરે માનવતાનું ઉદાહરણ પૂરું પાડવાની સાથે કોઈ કામ નાનું કે મોટું નથી હોતું નો બોધપાઠ પણ બાળકો અને તેમના વાલીઓને આપ્યો હતો શાળાના આચાર્યએ ખુદ બાળકને વાળ કાપી આપતા બાળક પણ ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો અને ગામલોકોએ આચાર્યની સરાહના પરિશ્રમ અત્રે ઉલ્લેખનીય છે કે હફસાબાદ પ્રાથમીક શાળાના પરિસરમાં આચાર્ય નરેન્દ્ર વણકર અને તેમના સ્ટાફ દ્વારા ઓર્ગેનિક કીચન ગાર્ડનમાં વિવિધ પ્રકારની શાકભાજી ઉઘાડી બાળકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે મધ્યાહન ભોજનમાં ઉપયોગમાં લેવામાં આવે છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!