37 C
Ahmedabad
Friday, April 26, 2024

અરવલ્લી : મેઘરજના ધાડિયા ગામે દારૂની બોટલો ભરી આવતી કારને અકસ્માત થતાં બે ઈસમોની ધરપકડ


મેઘરજના તરકવાડા નજીક આવેલ ધાવડીયા ગામેથી દારૂની ૮૭ નંગ બોટલ ભરીને રાજસ્થાન તરફથી આવતી એક કાર પોલીસે રાત્રીના દસ વાગે ઝડપી લીધી હતી.પોલીસની વૉચ જોતા કાર ચાલક કાર લઈને તરકવાડા ત્રણ રસ્તાથી ભાગ્યો હતો પરંતુ નજીકના ધાવડીયા ગામે એક મકાનના કોટ સાથે કાર ભટકાતાં અકસ્માત થતાં પોલીસે ઝડપી લીધી હતી.કાર સાથેના ચાલક તથા અન્ય મળી બે ઈસમો ઝડપાઈ ગયા હતા.

Advertisement

રાજસ્થાન તરફથી એક કાર દારૂની બોટલ ભરીને તરકવાડા ગામ તરફ આવનાર છે.બાતમી મળતાં જ પોલીસે તરકવાડા ત્રણ રસ્તા નજીક વૉચ ગોઠવી દીધી હતી. પોલીસ વાંચમાં હતી તે સમયે રાત્રીના દસ વાગે એક કાર આવતાં પોલીસે રોકવા પ્રયત્ન કરતાં કાર ચાલક કાર લઈને ઈસરી તરફ ભાગી ધાવડીયા ગામના રસ્તે પુપાટ ઝડપે દોડી ગયો હતો.પોલીસે પીછો કરતાં કાર ધાવડીયા ગામના વળાંક ઉપર આવેલ એક મકાનના કોટ સાથે ટકરાતાં કાર ઉભી થઈ ગઈ હતી.પાછળ આવતી પોલીસે દોડીને કાર કોર્ડન કરી લઈ ચાલક તથા અન્ય ઈસમને ઝડપી લીધા હતા. અકસ્માત થતાં બન્નેને ઈજા થઈ હતી. પોલીસે દારૂ મળી રૂ.૧૮૯૬૫૦ની મતા કબજે લઈ કાર સાથેના બે ઈસમો સન્ની ભરતભાઈ પટેલ રહે.સાયંસ સીટી પાસે,ભાડજ,અમદાવાદ તથા જીગર દીલીપભાઈ પટેલ,રહે.ઘાટલોડીયા અમદાવાદની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!