29 C
Ahmedabad
Saturday, April 27, 2024

કુખ્યાત સૂકો ડુંડ ફરાર થતાં 1 PSI અને 3 કોન્સ્ટેબલ સસ્પેન્ડ, 3 ટીમ બનાવી આરોપીને ઝડપી પાડવા કવાયત


અરવલ્લી જિલ્લાનો કુખ્યાત સૂકો ડુંડ પોલિસ જાપ્તામાંથી ફરાર થઇ જતાં જિલ્લા પોલિસ વડાએ કાર્યવાહી કરતા 1 PSI અને 3 પોલિસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવાનો જિલ્લા પોલિસ વડાએ આદેશ કર્યો છે. આ સાથે જ ફરાર થઇ ગયેલા સૂકા ડુંડને પકડી પડવા જિલ્લાની એલ.સી.બી., ઓસ.ઓ.જી., પેરોલ ફર્લો સહિતની ટીમ સાથે 25 પોલિસના જવાનોની 3 ટીમ બનાવવામાં આવી છે અને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.

Advertisement

સસ્પેન્ડ થયેલા કર્મચારીઓ

Advertisement
  1. એ.એ.પટેલીયા, PSI
  2. જીગ્નેશ કનુભાઈ, કૉન્સ્ટેબલ
  3. અર્જનસિંહ ભેમાભાઈ, કૉન્સ્ટેબલ
  4. કિર્તિકુમાર નટવરભાઈ, કૉન્સ્ટેબલ

અરવલ્લી જિલ્લામાં હત્યા, લૂંટ તેમજ દારૂની હેરાફેરી કરનાર સૂકો પોલિસ જાપ્તામાંથી ફરાર થઇ ગયાની ઘટના સામે આવતા પોલિસ બેડામાં ખડભડાટ મચી જવા પામ્યો હતો. સૂકા ડુંડ એ નામચીન હતો જેને લઇને પોલિસે તેની સામે ગુજ સી ટોકનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી ત્યારે વચગાળાના જામીન દરમિયાન પોલિસ પહેરા વચ્ચેથી આવેલો સૂકો ડુંડ પોલિસને ચકમો આપી પલાયન થઇ જતાં ચકચાર મચી જવા પામી હતી.

Advertisement

1 PSI અને 7 પોલિસ કર્મચારીઓના પહેરા વચ્ચેથી ફરાર થયો હતો સૂકો…!!
આરોપી સૂકા ડુંડને કોર્ટમાંથી જામીન મળતા પોલિસ પહેરા વચ્ચે તે ઘરે આવ્યો હતો. જેમાં 1 પી.એસ.આઈ. અને 7 પોલિસ કર્મચારીઓ સૂકા ડુંડની ઘરની આજુબાજુમાં પહેરો હતો ત્યારે વચગાળાના જામી દરમિયાન સૂકો ડુંડ ફરાર થઇ જતાં પોલિસની કામગીરી પર સવાલો ઉઠી હતી. સૂકો ફરાર થઇ જવાની ઘટના સામે આવતા તેને ઝડપી પાડવા જિલ્લાભરની પોલિસે દોડતી થઇ ગઇ છે. આ વચ્ચે ફરજ પર બેદરકારી દાખવવા બદલ પોલિસ અધિકારીઓ અને પોલિસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!