33 C
Ahmedabad
Friday, April 26, 2024

VCE ઓપરેટરની માંગ નહીં સંતોષાતા હવે મનમાની..!!! કુદરડા ગ્રામ પંચાયતનો ઓપરેટર વધારે પૈસા ખંખરતો હોવાનો આક્ષેપ


અલ્કેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર
હાલ રાજ્યમાં કટલીક ગ્રામ પંચાયતના વીસીઈ એટલે કે, કોમ્પ્યુટર ઓપરેટર્સ પણ હડતાળમાં જોડાયા છે તો કેટલીક જગ્યાએ હડતાળમાં નથી. પોતાની પડતર માંગણીને લઇને વીસીઈ ઓપરેટર્સ પણ હડતાળના મુડમાં છે ત્યારે એક એવી ઘટના સામે આવી છે, જેનાથી વિચારવું જોઇએ કે, તેમની માંગ સંતોષવી કે નહીં. છોટાઉદેપુર જિલ્લામાં વીસીઈ ઓપરેટર ગ્રામજનોના કામ સામે નિયત કરેલા નાણાં કરતા પણ વધારે નાણાં લેતા હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો અને મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું.

Advertisement

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુદરડા ગ્રામ પંચાયના લોકો મોટી સંખ્યમાં સુત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિરોધ પ્રદર્શન કર્યો હતો. ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો કારણ કે, કોઇપણ કામ માટે વીસીઈ ઓપરેટર સરકારના નિયમ કરતા વધારે નાણાં ખંખેરી રહ્યો છે.

Advertisement

કુકરદા ગ્રામ પંચાયત ના VCE ગ્રામજનો પાસે સરકારી કામ કરવા પેટે રોકડ રકમ લેતો હોવાના આક્ષેપ સાથે 50 થી વધુ ગ્રામજનો નસવાડી મામલતદાર ને ભારે સૂત્રચાર સાથે આવેદનપત્ર આપ્યું હતી, આ સાથે જ  200 રૂ આવક ના દાખલા ના,,રેશનકાર્ડ મા નામ ચઠાવવા ના એક વ્યક્તિ દીઠ 100 રૂ લેતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. ગ્રામજનોએ વીસીઈ ઓપરેટરને હટવવાની ઉગ્ર માંગ કરી છે, જો ઓપરેટરની હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનન ચીમકી ઉચ્ચારી છે…

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!