29.5 C
Ahmedabad
Friday, December 2, 2022
spot_img

સૂકાને પ્રેમિકા ન મળી પણ પોલિસ મળી ગઇ, પ્રેમિકાને મળવા જતાં પોલિસ જાપ્તામાં સૂકો, 24 કલાક પોલિસને દોડાવી


અરવલ્લી જિલ્લામાં હાહાકાર મચાવી દેનાર સૂકો 48 કલાકમાં જ પોલિસના હાથે લાગી ગયો છે. 22 સપ્ટેમ્બરના મોડી રાત્રે સૂકો ડુંડ પોલિસ જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો, જેને લઇને પોલિસ બેડામાં ખડભડાટ મચી જવા પામી હતી એટલુ જ નહીં સૂકાના ફરાર થઇ જવાથી 4 પોલિસ કર્મચારીઓ પણ સસ્પેન્ડ થઇ ગયા હતા.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ સૂકો ફરાર થઇ ગયા પછી તેની પ્રમિકાને મળવા માટે જવાનો આવવાનો હતો જે બાતમીના આધારે પોલિસે વોચ ગોઠવી હતી. સૂકો આવતા જ પોલિસે તેને ઝડપી પાડ્યો હતો. છેલ્લા દોઢ વર્ષથી અધીર બનેલો સૂકો પોલિસને ચકમો આપીને ફરાર તો થઈ ગયો પણ પ્રમિકાને મળવા આવતા જ પોલિસના જાળમાં આવી ગયો છે. પોલિસે સૂકાને ઝડપ્યો ત્યારે સૂકાએ નાસી છૂટવા માટે અથાગ પ્રયાસો કર્યા હતા જોકે સૂકો નિષ્ફળ સાબિત થયો હતો.

Advertisement

સૂકો કેવી રીતે થયો હતો ફરાર તે પણ વાંચો – અરવલ્લીમાં હાહાકાર મચાવનાર GUJCTOC નો આરોપી સૂકો ડુંડ પોલિસ જાપ્તામાંથી ફરાર, કોણ છે સૂકો ડૂંડ, જાણો  

Advertisement

સૂકો ફરાર થઇ જતાં પોલિસે એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ તેમજ ભિલોડા પોલિસ સહિતના 25 માણસોની 3 ટીમ બનાવી હતી ત્યારે ચોક્કસ બાતમીના આધારે આખરે સૂકો પોલિસ જાપ્તામાં આવી જતાં પોલિસે રાહતનો શ્વાસ લીધો છે.

Advertisement

નોંધ – સમાચારોની કોપી કરવી નહીં…..

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

976FansLike
126FollowersFollow
134FollowersFollow
623SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!