29 C
Ahmedabad
Friday, April 26, 2024

અરવલ્લી : ભાજપ યુવા મોરચાએ મોડાસામાં રન ફોર ડેવલોપમેન્ટ મેરેથોન દોડ યોજી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ પ્રસ્થાન કરાવ્યું


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપનો યુવા મોરચો એક્શન મોડમાં આવી ગયો છે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજ્યંતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભાજપ દેશમાં સેવા પખવાડિયુ તરીકે ઉજવણી કરી વિવિધ સેવાકીય કર્યો કરી રહ્યું છે અરવલ્લી જીલ્લા યુવા મોરચા દ્વારા પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી રત્નાકરજી ઉપસ્થિતિમાં મોડાસા શહેરમાં રન ફોર ડેવલોપમેન્ટ મેરેથોન દોડ યોજી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

Advertisement

મોડાસા શહેરના ચાર રસ્તા પર રન ફોર ડેવલોપમેન્ટ મેરેથોન દોડને પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજી અને યુવા મોરચાના પ્રભારી વિજેશ પરમાર, જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ અને યુવા મોરચાના પ્રમુખ અમીષ પટેલે લીલી ઝંડી આપી મેરેથોન દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું આ દોડમાં એકથી દસ નંબરના કાર્યકરો વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે યુવા મોરચાના મહામંત્રી અવધેશભાઈ, ભાજપ શહેર પ્રમુખ રણધીર ચુડગર, યુવા મોરચા જીલ્લા ઉપાધ્યક્ષ પાવનભાઈ, ધર્મેન્દ્રસિંહ, કથનભાઈ સહિત કાર્યકર્તા જોડાયા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!