28 C
Ahmedabad
Friday, April 26, 2024

સૂકો ‘સૂકો’ નથી Fit છે, ફૂટબોલનો ખેલાડી પોલિસ જાપ્તામાંથી ફરાર થયો, 20 થી વધારે ગુનાઓમાં સંડોવણી


અરવલ્લી જિલ્લામાં 24 કલાક પોલિસને દોડવાનાર સૂકો પોલિસ પકડમાં આવી ગયો છે. અરવલ્લી જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે આરોપી સૂકાને લઇને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં જાણકારી આપતા જણાવ્યું કે, સૂકો 20થી વધારે ગુનાઓમાં સંડોવાયેલો હતો, આરોપી પેરોલ પર પોલિસ જાપ્તા વચ્ચે ઘરે આવ્યો હતો ત્યારે 22 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે પોલિસ જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો.

Advertisement

સૂકો ‘સૂકો’ નથી પણ ફિટ છે
અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં રાજસ્થાન સીમા પર હાહાકાર મચાવનાર સૂકો છેલ્લા ઘણાં સમયથી પોલિસ પકડથી દૂર હતો જોકે દોઢ વર્ષ પહેલા પોલિસે સૂકાને ઝડપી પાડ્યો હતો, એટલું જ નહીં તેને ગુજ સી ટોક અંતર્ગત કાર્યવાહી પણ કરવામાં આવી હતી ત્યારે પેરોલ પર બહાર આવેલ સૂકો 22 સપ્ટેમ્બર 2022ના રોજ ફરાર થઇ ગયો હતો. સૂકો પહેલા ફૂટબોલનો ખેલાડી હતી એટલે શરીરે તંદુરસ્ત છે. ફિટ હોવાનો ફાયદો સૂકાએ ઉઠાવ્યો હતો જોકે પોલિસે તેને 24 કલાકમાં જ ઝડપી પાડ્યો હતો.

Advertisement

સૂકો કોણ છે, તે પણ વાંચો :- અરવલ્લીમાં હાહાકાર મચાવનાર GUJCTOC નો આરોપી સૂકો ડુંડ પોલિસ જાપ્તામાંથી ફરાર, કોણ છે સૂકો ડૂંડ, જાણો

Advertisement

સૂકો ફરાર થઇ જતાં પોલિસે એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ તેમજ ભિલોડા પોલિસ સહિતના 25 માણસોની 3 ટીમ બનાવી હતી ત્યારે ચોક્કસ બાતમીના આધારે ભિલોડા પોલિસ સ્ટેશનના પીઆઈ મનિષ વસાવા તેમજ તેમની ટીમ દ્વારા બહાદુરી પૂર્વક  સૂકાને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!