30 C
Ahmedabad
Friday, April 26, 2024

હક્ક માટે લડત : MGVCL ના 30 કર્મચારીઓ આંદોલનના માર્ગે, છોટાઉદેપુરના નસવાડી કચેરી ખાતે મૌન


અલ્કેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર
વિધાનસભાની ચૂંટણી પહેલા વિરોધ-પ્રદર્શન શરૂ થયા છે ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડના કર્મચારીઓએ પણ વિરોધના સૂર રેલાવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની લી. ના કર્મચારીઓએ પડતર માંગણીને લઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Advertisement

નસવાડી તાલુકાના 212 ગામમાં ફરજ બજાવતા MGVCL ના  30 કર્મચારીઓએ મૌન વિરોધ દર્શાવ્યો હતો. MGVCLના ટેકનિકલ કર્મચારીઓની વર્ષો જુની માંગ છે જે હજુ સુધી સંતોષવામાં આવી નથી ત્યારે પ્રથમ દિવસ મૌન પાડી વિરોધ કર્યો હતો. આગામી 17 ઓક્ટોબર સુધી પડતર માંગણીઓને લઇન MGVCL ના કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરશે આ માટે વિવિધ રણનીતિ તૈયાર કરાઈ છે.

Advertisement

અત્રે ઉલ્લેખનિય છે કે, સૌથી પહેલા તલાટીઓએ પોતાની પડતર માંગણીઓને લઇને વિરોધ પ્રદર્શન શરૂ કર્યો હતો ત્યારેબાદ ધીરે-ધીર અન્ય વિભાગના સરકારી કર્મચારીઓએ પડતર માંગણીઓને લઇને વિરોધ પ્રદર્શન શરૂ કર્યો હતો એટલુ જ નહીં ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ પ્રદર્શનમાં પણ જોડાયા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!