35 C
Ahmedabad
Wednesday, May 15, 2024

SPA : હવે વધુ એક ગંગુબાઈ કાઠિયાવાડી નહીં બનવા દઈએ, કેમ મહિલાઓએ કલેકટરને કહ્યું…!


અરવલ્લી જિલ્લામાં શૈક્ષણિક નગરીને બદનામ કરવા તલપાપડ થયેલા સ્પાના સંચાલકોને હવે ખુલી ચેતવણી મહિલા બ્રગેડ દ્વારા આપવામાં આવી છે, અને આ જ બાબતે મોડાસા ખાતે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. સ્પા માં ચાલતા ગોરખધંધાને લઇને મહિલાઓ હવે રોષે ભરાતા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે કે, જો સ્પા માં મહિલાઓનું શોષણ થશે તો તેઓ કદાપી નહીં ચલાવી લે અને જો સ્પા બંધ નહીં થાય તો આગામી દિવસમાં તેઓ ઉગ્ર આંદોલન કરશે.

Advertisement

Advertisement

હાલમાં અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 8 માર્ચના રોજ મહિલા દિવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે મનાવી હતી, જ્યારે બીજી બાજુ જિલ્લા સેવા સદનની આસપાસના વિસ્તારોમાં ઉચ્ચ અધિકારીની મીઠી નજર હેઠળ ગોરખધંધા ચાલે છે ત્યારે આવા ગોરખધંધાને બંધ કરાવવા માટે ભલે કોઇ પુરૂષો આગળ ન આવ્યા હોય, પણ મહિલાઓ ચોક્કસથી આગળ આવી છે અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે કે, મોડાસામાં સ્પા ના ગોરખધંધા બંધ થવા જોઇએ. સ્પા ની આડમાં ચાલતા ગોરખધંધાથી બાળકો પર તેની ખોટી અસર થાય છે અને જિલ્લાનું નામ પણ ખરાબ થતું હોવાનું સામે આવ્યું છે. જિલ્લાનું નામ ખરાબ ન થાય તે માટે અગમ ફાઉન્ડેશન, જમાત-એ-ઇસ્લામિક મહિલા વિંગ,ડિવાઈન ડ્રિમ વુમન ચેરિટેબલ ટ્રસ્ટ., ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને ભગીની સમાજની મહિલા ટીમ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે.

Advertisement

મહિલા બ્રિગેડ ટીમનું કહેવું છે કે, મોડાસા શહેરમાં સ્પા બંધ કરાવવા માટે જિલ્લાના ઉચ્ચ અધિકારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલિસ વડાને આવેદન પત્ર આપ્યું છે, પરંતુ જો ટૂંક સમયમાં સ્પા નો ગોરખધંધો બંધ નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. મહિલા ટીમએ શું કહ્યું સાંભળો…

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!