41 C
Ahmedabad
Thursday, May 16, 2024

જમ્મુ અને કાશ્મીરમાં બેરોજગારીનો દર નીચે આવ્યો : નિર્મલા સીતારમણ


બજેટ સત્રના બીજા તબક્કાનો પ્રારંભ થયો હતો. ત્યારે ગઈ કાલે પણ સંસદના બજેટ સત્રમાં નિર્મલા સીતારમણ દ્વારા આજે જમ્મુ કાશ્મીર માટે બજેટ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો

Advertisement
ગૃહમાં વર્ષ 2022-23 માટે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ માટે 1.42 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું. તેમણે વર્ષ 2021-22 માટે કેન્દ્રશાસિત પ્રદેશ માટે કુલ 18,860.32 કરોડ રૂપિયાની પૂરક માંગણીઓ પણ રજૂ કરી અને તે જ દિવસે ગૃહને ચર્ચા કરવાની મંજૂરી આપવા માટે અમુક નિયમોને સ્થગિત કરવાની દરખાસ્ત રજૂ કરી હતી.
નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે જણાવાયું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં બેરોજગારીનો દર નીચે આવ્યો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી ને ટાંકીને તેમણે કહ્યું હતું કે 2016 માં તે 20 ટકા હતો અને આ વર્ષે ફેબ્રુઆરીના અંત સુધીમાં તે 13.2 ટકા હતો. લોકસભામાં બોલતા, ભારપૂર્વક જણાવ્યું હતું કે કલમ 370 નાબૂદ સાથે, જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યમાંથી ભેદભાવપૂર્ણ કાયદાઓ દૂર કરવામાં આવ્યા હતા.
17મી અને 18મી માર્ચે બંને ગૃહોની બેઠક નહીં થાય. રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ સોમવારે જાહેરાત કરી હતી કે હોળી અથવા હોલિકા દહનને કારણે 17 માર્ચે રાજ્યસભાની નિયમિત બેઠક રદ કરવામાં આવશે.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!