28 C
Ahmedabad
Friday, April 26, 2024

રાજનીતિ એ જ છે માત્ર સમય બદલાયો, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે દલિત યુવકને ભોજન માટે આમંત્રત કરતા ‘હર્ષ’ના આંસુ


વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે રોંચક રહે તો નવાઈ નહીં. એક તરફ 27 વર્ષથી સત્તા પર ભાજપ છે તો અઢી દાયકાથી સત્તાથી બહાર કોંગ્રેસ છે આ વચ્ચે આમ આદમી પાર્ટીની 2022 ની ચૂંટણીમાં ગ્રાન્ડ એન્ટ્રી થઇ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ધડાધડ ચૂંટણી સભાઓ સંબોધી રહ્યા છે તો રાઘવ ચડ્ડાને ગુજરાતના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં હર્ષ સોલંકીની ચર્ચીઓ ખૂબ ચાલી છે હર્ષ સોલંકી એ વ્યક્તિ છે કે જેને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે જમવાનું આમંત્રણ મળતા તે પરિવાર સાથે દિલ્હી પહોંચ્યો હતો.

હર્ષ સોલંકી ગુજરાતથી દિલ્હી ખાતે પ્લેન મારફતે જવા માટે રવાના થયો હતો તેમની સાથે પરિવારજનો પણ હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આમંત્રણ પર સફાઈકામદાર તરીકે કામ કરતા પરિવારને ભોજન માટે દિલ્હીના મુખ્યમંત્રીએ આમંત્રણ આપતા દિલ્હી પહોંચ્યા હતા જ્યાં રાઘવ ચડ્ડાએ સોલ ઓઢાળી સ્વાગત કર્યું હતું, જેમની સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પણ હતા. ત્યારબાદ હર્ષ સોલંકીને દિલ્હીના મહોલ્લા ક્લિનિક અને શાળાઓની મુલાકાત કરાવવામાં આવી હતી ત્યારબાદ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત થતાં જ તેઓ ભાવૂક થઇ ગઇ ગયા. આ ક્ષણ હર્ષ સોલંકી માટે યાદગાર હતી અને અરવિંદ કેજરીવાલે તમામ લોકોનું બુકેથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ દલિત પરિવારજનો સાથે સીએમ હાઉસમાં અરવિંદ કેજરીવાલે ભોજન લીધું હતું.

Advertisement

Advertisement

કેમ દલિત યુવકને આમંત્રણ આપ્યું…તે પણ જાણો
વાત જાણે એમ છે કે, ગુજરાતની મુલાકાતે અરવિંદ કેજરીવાલ 25 સપ્ટેમ્બરના રોજ આવ્યા હતા. ત્યારે લોકો સાથે સીધા સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો આ સમયે હર્ષ સોલંકી નામના યુવકે અરવિંદ કેજરીવાલને તેમના ઘરે ભોજન માટે આમંત્રણ આપ્યું હતું ત્યારે કેજરીવાલે કહ્યું કે, ચૂંટણી આવે એટલે નેતાઓ આવું કરતા હોય છે પણ હું તમને મારા ઘરે જમવા માટે આમંત્રણ આપું છે. બસ આવું કહેતા જ રાજનીતિનો નવો અધ્યાય શરૂ થયાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.. સાંબળો શું કહ્યું હતું…

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!