30 C
Ahmedabad
Friday, April 26, 2024

સાબરકાંઠા:બી ડિવિઝન પોલીસની “એક તીર દો નિશાન કામગીરી”ATM માં છેડછાડ કરનાર ઇસમને ઝડપ્યો અને બાઇક ચોરીનો ગુનો પણ ઉકલ્યો


બાઈક સહિત ૮૮૦૭૫/- મુદ્દા માલ સાથે રાજસ્થાનના આરોપીને દબોચી પાડ્યો.

Advertisement

હિંમતનગર તાલુકામાં ચોરીના કિસ્સા દિવસે દિવસે વધતા જાય છે ત્યારે આવા બેખોફ થયેલ ચોરોને ઝડપી પાડવા માટે
બી ડિવિઝન પોલીસ હંમેશા સક્રિય રહી છે. ત્યારે મળતી માહિતી મુજબ હિંમતનગર ન્યાય મંદિરના HDFC બેન્કના ATM ની અંદર છેડછાની થતી હોવાનો ફોન બી ડિવિઝન પોલીસને મળતા પોલીસ તરતજ ન્યાયમંદિર પાસે પહોંચીને તપાસ કરતા ત્યાં ATMનીઅંદર છેડછાની કરતા ૩ ઈસમો પોલીસની ગાડીને જોઈને નાસી છૂટ્યા હતા ત્યારે પોલીસે નાસી છૂટેલ ત્રણેય ઈસમોનો પીછો કરતા એક ઈસમને બજાજ કંપનીની પલ્સર મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો.
પોલીસે ગોવિંદ દામા નામના ઇસમને પકડી પાડી તેની પાસે રહેલ બાઈકનો ચેચીસ નંબર પોકેટકોપ માં તપાસ કરતાં તે બાઈક બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયું હોવાનું જાણવા મળ્યુ હતું.જોકે પોલીસે આ સમગ્ર મામલે આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે અને તેની સાથેના અન્ય બે નાસી છૂટેલ સાથીઓને પણ પકડી પાડવાની ત્યજવી બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે.

Advertisement

પકડાયેલ આરોપી:
ગોવિંદ માવજી દામા
રહે. સાગવાડ જી. ઉદેપુર રાજસ્થાન.

Advertisement

પકડવાના બાકી આરોપી
૧.રાકેશ દામા .રહે સાગવાડ તા. ફલાસિયા જી. ઉદેપુર રાજસ્થાન
૨. હોમારામ દુલારામ ખરવડ.
રહે. બેડનપરાડા તા. ફલાસીયા જી. ઉદેપુર રાજસ્થાન

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!