30 C
Ahmedabad
Friday, April 26, 2024

‘મારું બુથ મારું ગૌરવ’ : મોડાસામાં મહિલા કોંગ્રેસે ઘરે ઘરે વચન પત્રો આપ્યા, મહિલા પ્રમુખ કલ્પનાબેન ભાવસારનો ઘરે ઘરે લોક સંપર્ક


વિધાનસભાની ચૂંટણી ઢૂકડી દેખાઈ રહી છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહીત અન્ય રાજકીય પક્ષોને મતદારોની યાદ આવી છે અને મતદારોને રીઝવવા કામે લાગી ગયા છે અરવલ્લી જીલ્લા કોંગ્રેસ દ્વારા મારું બુથ મારુ ગૌરવ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે અને ઘરે ઘરે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ આઠ વચનની પત્રિકાઓ આપવામાં આવી રહી છે. જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર કલ્પનાબેન ભાવસાર અને તેમની ટીમે મોડાસા શહેરમાં ઘરે ઘરે લોકસંપર્ક કરી કોંગ્રેસને મજબૂત બનાવવા કમર કસી છે

Advertisement

Advertisement

મોડાસા શહેરમાં કોંગ્રેસના મહિલા યોદ્ધા તરીકે જાણીતા અને લોકચાહના ધરાવતા અરવલ્લી જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ કલ્પનાબેન ભાવસાર અને તેમની ટીમે મોડાસા શહેરમાં લોક સંપર્ક શરૂ કરી દીધો છે રાજ્યમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ પક્ષ દ્વારા રાહુલ ગાંધીએ આપેલા આઠ વચનોની પત્રિકા રાજ્યના 1 કરોડ 55 લાખ પરિવાર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જેને લઇ અરવલ્લી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા મારું બુથ મારુ ગૌરવ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે અને શહેરના જુદા જુદા વિસ્તારમાં ઘરે ઘરે
જઈ લોક સંપર્ક કરી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું

Advertisement

શું છે કોંગ્રેસના 8 વચન?
રાહુલ ગાંધીએ જે આઠ વચનો આપ્યા હતા તેને કોંગ્રેસે ‘નાગરિક અધિકાર પત્ર’ નામ આપ્યું છે. જેમાં દસ લાખની મફત સારવાર, ખેડૂતોનું ત્રણ લાખ દેવું માફ, 10 લાખ યુવાનોને રોજગારી અને યુવાનોને 3,000 બેરોજગારી ભથ્થુ સહિતના મુદ્દાઓ સામેલ છે.પત્રિકાની એક તરફ કોંગ્રેસના વાયદાઓ તો બીજી તરફ ભાજપ સરકારમાં મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ વ્યવસ્થા, આરોગ્ય, ડ્રગ અને ખેડૂતોની સ્થિતિનું વર્ણન છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!