29 C
Ahmedabad
Friday, April 26, 2024

મેઘરજ : જનતા સહકારી શરાફી મંડળીમાં કથીત ઉચાપત કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે રજિસ્ટ્રારમાં અરજી કરતા ખળભળાટ


મેઘરજ નગર માં આવેલી જનતા શરાફી મંડળી જેટલી નામચીન નથી એટલી તો બદનામ છે મંડળી ની રચના પચીસ વર્ષ પહેલાં થઈ હતી અને કેટલાક બાકીદારો તો જ્યારથી સ્થાપના થઈ ત્યારથી જ મંડળી ના પૈસે જ તાગડ ધિન્ના કરે છે અર્થાત્ લૉન લેનાર માં કેટલાય હજુ સુધી ફૂટી પાઈ પણ ભરી નથી કારણ કે મંડળી ની રચના જ સબ ચલતા હૈ ની ઇમારત પર હોય એવું લાગી રહ્યું છે કેમ કે દરેક ચેરમેન ની ભૂમિકા અને બોડી ની ભૂમિકા તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ જેવી બની છે મેઘરજના જાગૃત નાગરિક રહીમ ઇશાકભાઈ ચડી નામના વ્યક્તિએ જીલ્લા રજિસ્ટ્રારમાં મંડળીમાં કથિત ઉચાપત સહીત નિયમોનો ઉલાળિયો કરવામાં આવતો હોવાની અરજી કરતા મેઘરજ નગરમાં ખળભળાટ મચ્યો છે

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, મંડળી માં નોકરી કરતા કર્મચારીઓ નો તો અલગ જ સ્વેગ છે લોકો બિચારા 9% વ્યાજ દર ચૂકવે અને કર્મચારીઓ 6% ના વ્યાજ દરે લૉન ઉઠાવી ઘી કેળા ખાય…કાના ફૂસી તો એવી પણ છે કે મંડળી ના કર્મચારીઓ પોતે જ કેટલાક ગ્રાહકો ને પ્રાઇવેટ લોન આપી મસ મોટું વ્યાજ ખાઈ રહ્યા છે ત્યારે ગરીબ ભોળી જનતા ના રૂપિયા જનતા મંડળી માં અકડાઈ રહ્યા છે તેવું કહેવું ખોટું નથી

Advertisement

નિયમ અનુસાર મંડળી માં કામ કરતા કર્મચારીઓ નોકરી ના કાર્યકાળ દરમિયાન માત્ર એક જ વખત હોમ લૉન લઈ શકે છે પણ એક માહિતી મુજબ કર્મચારીઓ દ્વારા ઓછા વ્યાજ દરે વારંવાર લૉન લઈ કથિત રીતે મંડળી ને ચૂનો લગાવ્યો છે જો તપાસ કરવા માં આવે તો આવી કેટલીય લૉન ના ભાંડા ફોડ થઈ શકે છે

Advertisement

અકબર બાદશાહ ના પુત્ર ના નામ નો મંડળી કર્મી તો પોતાને પ્રિન્સ સમજતો હોય તેમ સભાસદો ને વેતરી રહ્યો છે અને ફેસબુક પર મોટી મોટી પોસ્ટ લખી સભાસદો ને ગેર માર્ગે દોરી રહ્યો છે..જો મંડળી માં કથિત ઉચાપત સામે આવે અને લોકો ના પૈસા ડૂબે તો આ અકબર નો સહેજાદો તેની જવાબદારી લેશે ખરો?

Advertisement

ભૂતકાળ માં અરવલ્લી જિલ્લા ના વડા મથક માં કેટલીય મંડળી ઓ એ કરોડો નું ફુલેકું ફેરવી પલાયન થઈ ગયા છે તો પછી આ મેઘરજ જનતા મંડળી નું ફુલેકું આગામી દિવસો માં નહિ ફરે એની ગેરંટી શું?

Advertisement

હાલ તો આ કથિત કૌભાંડ મામલે જિલ્લા અને સંયુક્ત રજિસ્ટ્રાર ને લેખિત અરજી કરી નિષ્પક્ષ તપાસ ની માંગ થતાં સંડોવણી ધરાવતા ઈસમો માં ફફડાટ જોવા મળી રહ્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!