33 C
Ahmedabad
Friday, April 26, 2024

બી.બી.એ., બી.સી.એ., એમ.એસ.સી કોલેજ, મોડાસાના વિદ્યાથીઓ થેલેસેમિયા કેમ્પ યોજાયો


તા. ર૧/૧ર/ર૦રરને બુધવારના રોજ ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી, મોડાસા થી ભરતભાઈ પરમાર તથા તેમની ટીમ દ્વારા બી. એચ. ગાંધી બી.બી.એ કોલેજ, માતૃશ્રી એલ. જે. ગાંધી બી.સી.એ કોલેજ તથા વી. વી. શાહ (એમ.એસ સી.(સી.એ એન્ડ આઈ.ટી) કોલેજ, મોડાસા દ્વારા થેલેસેમીયા કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં કોલેજના ૯૦% વિદ્યાથીઓ એ થેલેસેમીયા પરિક્ષણ કરાવીને આ કેમ્પને અદભુત સફળતાં અપાવી હતી. જેમાં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા મહત્વની બાબતો જેવી કે ”પહેલા થેલેસેમીયા પરિક્ષણ પછી જ સગાઈ” થેલેસેમીયા માઈનર એ કોઈ રોગ નથી પરતું થેલેસેમીયા મેજર એક જીવલેણ રોગ છે આ અંગે માર્ગદશન આપવામાં આવેલ જેમાં મંડળના માનદ્‌મંત્રી અરવિદભાઈ જે. મોદી તથા રમેશભાઈ પી. શાહ દ્વારા વિદ્યાથીઓને થેલેસેમીયા શું છે તે અંગે માહિતગાર કયા હતા. જેમા બી.બી.એ. કોલેજના આચાર્ચ ડૉ. તુષાર અમે. ભાવસાર, બી.સી.એ કોલેજના આચાર્ય ડૉ. જયદીપભાઈ ત્રિવેદી તથા એમ.એસ.સી.(સી.એ એન્ડ આઈ.ટી) કોલેજના કા. આચાર્ય અર્પિત એ. જોષી તથા ત્રણે કોલેજ સ્ટાફે આ કેમ્પને સફળ બનાવવા શ્રેષ્ઠ કામગીરી કરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!