35 C
Ahmedabad
Friday, April 26, 2024

મોડાસાની મ.લા. ગાંધી કેળવણી મંડળનો સ્થાપના દિવસ ઉજવાયો, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ. ના કુલપતિ રહ્યા ઉપસ્થિત


અરવલ્લી જિલ્લાની સૌથી મોટી ઉચ્ચત્તર કેળવણી મંડળ એટલે ધી .મ.લા.ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળ. ધી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા 63 વર્ષ પૂર્ણ કરી 64 વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો ત્યારે આ સ્થાપના દિવસની ઉજવણી ને મંડળ ધ્વારા આનંદોત્સવ તરીકે ઉજવણી કરે છે ત્યારે આ મંગળ દિને આ શૈક્ષણિક સંકુલનું મુખપત્ર “માજુમ” નું મુખ્ય વક્તા લેખક એવા અંકિત ત્રિવેદી ધ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.જેમાં સંસ્થાઓનાં વિદ્યાયાત્રા માં જે લોકો એ સેવા આપી નિવૃત થયેલ પરિવારજનોનું તેમજ સંસ્થાને આપેલ દાતાઓ ધ્વારા દાન તેમજ અનેક મહાનુભાવો બહુમાન કર્યું હતું.

Advertisement

આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણના કાર્યકારી કુલપતિ ડો.રોહિતકુમાર દેસાઈ સમાંરભના અધ્યક્ષ નવીનચંદ્ર મોદી પ્રમુખ મ.લા.ગાંધી કેળવણી મંડળ તેમજ અન્ય મંત્રીઓ તેમજ મહાનુભાવો ડો.ઘનશ્યામભાઈ શાહ, પરેશભાઈ મહેતા, ધીરેનભાઈ પ્રજાપતિ, અરવિંદભાઈ મોદી, મહેન્દ્ર મામા તેમજ ઉદ્યોગપતિ મહાસુખભાઈ પટેલ જેવા અનેક લોકો આ કાર્યક્રમ ની શોભા વધારી હતી.ત્યારે આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ડો.સંતોષ દેવકર સાહેબ ધ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે તેમના સંચાલન ધ્વારા અધ્યાપકો તેમજ આમંત્રિત મહેમાન ના મન મોહી લીધા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!